Get The App

VIDEO: રણજી ટ્રોફીની ચાલુ મેચમાં યુવક દોડતો દોડતો રોહિત શર્મા પાસે આવ્યો, પછી જુઓ શું થયું

Updated: Jan 26th, 2025


Google News
Google News
VIDEO: રણજી ટ્રોફીની ચાલુ મેચમાં યુવક દોડતો દોડતો રોહિત શર્મા પાસે આવ્યો, પછી જુઓ શું થયું 1 - image

Ranji Trophy, Rohit Sharma : હાલમાં રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં જમ્મુ-કાશ્મીર અને મુંબઈ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં જમ્મુ-કાશ્મીરની ટીમે 5 વિકેટે મેચ જીતી લીધી હતી. બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ ખાતે રમાયેલી આ મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનો ટેસ્ટ અને વનડે ફોર્મેટનો કેપ્ટન રોહિત શર્મા પણ ભાગ લઇ રહ્યો છે. આ દરમિયાન તેના ચાહકોનો ઉત્સાહ ચરમ પર હતો. 

રોહિતે ફેનની પીઠ થપથપાવી 

આ મેચના ત્રીજા દિવસે એક ફેન રોહિત શર્માને મળવા માટે સુરક્ષા ઘેરો તોડીને મેદાનમાં ઘૂસી ગયો હતો અને ઝડપથી રોહિત પાસે પહોંચી ગયો હતો. જો કે, રોહિતે આ ફેનની પીઠ થપથપાવી હતી. જો કે સિક્યુરીટી ગાર્ડ્સ ફેન પાસે પહોંચી ગયા હતા અને તેને મેદાનની બહાર લઇ ગયા હતા.   

આ પણ વાંચો : રેડ બોલ ક્રિકેટમાં 25-30 રન બનાવી હું એકાગ્રતા જ ગુમાવી દઉં છું...' ગિલની ચોંકાવનારી કબૂલાત

રણજી ટ્રોફીમાં પણ રોહિતનો કંગાળ દેખાવ

મુંબઈ તરફથી લગભગ 9 વર્ષ અને 3 મહિના બાદ રોહિત શર્મા રણજી ટ્રોફી રમ્યો હતો. જો કે રોહિતે બંને ઇનિંગ્સમાં નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. બીજી ઇનિંગમાં રોહિત ઝડપી બોલર યુદ્ધવીર સિંહ ચરકની બોલ પર આબિદ મુશ્તાકના હાથે આઉટ થઇ ગયો હતો. રોહિતે 35 બોલનો સામનો કરીને 28 રન બનાવ્યા હતા. જેમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ પહેલા રોહિતે પહેલી ઇનિંગમાં ઝડપી બોલર ઉમર નજીર મીરની બોલ પર વિપક્ષી કેપ્ટન પારસ ડોગરાના હાથે કેચ આઉટ થઇ ગયો હતો. રોહિતે 19 બોલનો સામનો કરીને માત્ર ત્રણ બનાવ્યા હતા.VIDEO: રણજી ટ્રોફીની ચાલુ મેચમાં યુવક દોડતો દોડતો રોહિત શર્મા પાસે આવ્યો, પછી જુઓ શું થયું 2 - image


Tags :
Rohit-SharmaRanji-TrophyVIDEO

Google News
Google News