VIDEO : રણજી ટ્રોફીની ફાઈનલમાં કેરળને હરાવી વિદર્ભે ત્રીજી વખત ટ્રોફી જીતી, કરૂણ નાયર બન્યો જીતનો હીરો
Ranji Trophy Final Match : રણજી ટ્રોફીની ફાઈનલ ટેસ્ટ મેચમાં કેરળને હરાવી વિદર્ભે ત્રીજી વખત ટ્રોફી જીતી છે. કેરળ અને વિદર્ભ વચ્ચે નાગપુરમાં રમાયેલી મેચ ડ્રો થઈ છે, પરંતુ વિદર્ભે પ્રથમ ઈનિંગમાં લીડના આધારે કેરળને હરાવ્યું છે. વિદર્ભે પ્રથમ ઈનિંગમાં 379 રન અને બીજી ઈનિંગમાં નવ વિકેટે 375 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં કેરળે 342 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આમ વિદર્ભે ત્રીજી વખત ટ્રોફી જીતી છે. આ પહેલા વિદર્ભે 2017-18 અને 2018-19માં ટ્રોફી જીતી હતી.
નવમાં ક્રમાંકે આવેલા બેટરે ફટકારી ફિફ્ટી, કરૂણ બન્યો જીતનો હીરો
વિદર્ભની ટીમ પ્રથમ ઈનિંગમાં 379 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ ઈનિંગમાં સૌથી વધુ દાનિશ માલેવારે 153 રન, કરૂણ નાયરે 86 રન નોંધાવ્યા હતા. કેરળની ટીમે કેપ્ટન સચિન બેબીના 98 રન અને આદિત્ય સરવાટેના 79 રનની મદદથી પ્રથમ ઈનિંગમાં 342 રન નોંધાવ્યા હતા. ત્યારબાદ વિદર્ભે બીજા દાવમાં 9 વિકેટે 375 રન નોંધાવ્યા હતા, જેમાં કરૂણ નાયરે 135 રન, દાનિશ માલેવારે 73 રન અને દાર્શન નાલકંડેએ નવમાં ક્રમાંકે આવી અણનમ 51 રન નોંધાવ્યા હતા. નાલકંડેએ ફિફ્ટી ફટકારતા જ મેચ સમાપ્ત થવાની જાહેરાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો : માધબી પુરી બુચ અને સેબીના અધિકારીઓ સામે FIR દાખલ કરો: ACB કોર્ટનો આદેશ
કેરળના આદિત્યનું ઓલરાઉન્ડર પ્રદર્શન
કેરળ તરફથી પહેલી ઈનિંગમાં સૌથી વધુ વિકેટ એમ.ડી.નિધેશ અને એડન એપલ ટોમે 3-3 વિકેટ જ્યારે નેદુમાંકુઝી બસીલે 2 અને જલજ સક્સેનાએ 1 વિકેટ ઝડપી હતી. વિદર્ભ તરફથી દાનિશ માલેવાર, હર્ષ દુબે, પાર્થ રેખાડેએ 3-3 વિકેટ અને યશ ઠાકુરે 1 વિકેટ ઝડપી હતી. ત્યારબાદ બીજી ઈનિંગમાં કેરળના બોલરેએ વિદર્ભના 9 બેટરોને આઉટ કર્યા હતા, જેમાં આદિત્ય સરવટેએ 4 વિકેટ ઝડપી હતી. જ્યારે એમ.ડી.નિધેશ, જલજ સક્સેના, એડન ટોમ, એન.બસીલ અને અક્ષય ચંદ્રને 1-1 વિકેટ ઝડપી હતી.
𝐕𝐢𝐝𝐚𝐫𝐛𝐡𝐚 𝐚𝐫𝐞 #𝐑𝐚𝐧𝐣𝐢𝐓𝐫𝐨𝐩𝐡𝐲 𝟐𝟎𝟐𝟒-𝟐𝟓 𝐰𝐢𝐧𝐧𝐞𝐫𝐬 🏆 🙌
— BCCI Domestic (@BCCIdomestic) March 2, 2025
Joy. Tears. Pride 😀👌
They lift the title by virtue of taking the 1st innings lead against Kerala in the Final 👏
The celebrations begin 🥳@IDFCFIRSTBank pic.twitter.com/CXjVNPPCE7