Get The App

કોહલી-રોહિત કે ધોની નહીં તો કોણ છે ટોપ-5 ભારતીય ક્રિકેટર? જાણો દિગ્ગજે કોના-કોના નામ આપ્યાં

Updated: Jan 27th, 2025


Google News
Google News
કોહલી-રોહિત કે ધોની નહીં તો કોણ છે ટોપ-5 ભારતીય ક્રિકેટર? જાણો દિગ્ગજે કોના-કોના નામ આપ્યાં 1 - image


Top-5 Cricketers Of Venkatesh Prasad: પૂર્વ ભારતીય સિલેક્ટર અને કોચ વેંકટેશ પ્રસાદે  ટોપ-5 ભારતીય ક્રિકેટર્સની યાદી જાહેર કરી છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, એમએસ ધોની અને જસપ્રીત બુમરાહ જેવા દિગ્ગજ ખેલાડીઓને સ્થાન ન આપતાં સૌ કોઈ અચંબામાં મુકાયા છે. પ્રસાદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સવાલ-જવાબના સેશનમાં દેશના ટોપ-5 ક્રિકેટરમાં સચિન તેંદુલકર, કપિલ દેવ, સુનિલ ગાવસ્કર, અને અનિલ કુંબલેનું નામ લીધુ હતું.

વેંકટેશે ટોપ-5 ક્રિકેટરમાં સચિન તેંદુલકર પ્રથમ સ્થાને, કપિલ દેવ બીજા ક્રમે, સુનિલ ગાવસ્કર ત્રીજા ક્રમે અને અનિલ કુંબલે ચોથા સ્થાને હોવાનું જણાવ્યું હતું. જ્યારે પાંચમા સ્થાને રાહુલ દ્રવિડ, વિરેન્દ્ર સેહવાગ, ગુંડપ્પા વિશ્વનાથનું નામ લીધુ હતું. વેંકટેશની આ યાદીમાં કોઈ નવા ખેલાડીને સ્થાન મળ્યુ ન હતું. આ પ્રશ્નોત્તરીમાં એક ચાહકે તેમને મોર્ડન ડે ગ્રેટ્સ, તમામ ફોર્મેટમાં શ્રેષ્ઠ રમતા ખેલાડીઓ અંગે સવાલો કર્યા હતા.





મોર્ડન ડે ગ્રેટ્સમાં કોહલી અને બુમરાહ

વેંકટેશે મોર્ડન ડે ગ્રેટ્સમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહનું નામ લીધુ હતું. તેમજ દરેક ફોર્મેટમાં ઉમદા પર્ફોર્મન્સ આપનારા ખેલાડીઓમાં ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડ, વનડેમાં વિરાટ કોહલી અને ટી20માં હેનરિક ક્લાસેનની પસંદગી કરી હતી.

આ પણ વાંચોઃ 13 વર્ષ પછી રણજી મેચ રમવા ઉતરશે વિરાટ કોહલી: ફેન્સને મફત એન્ટ્રી, DDCAની ખાસ તૈયારી



બેસ્ટ સ્પીનર કુંબલે

વધુમાં વેંકટેશ પ્રસાદે ભારતના હંમેશા ઉમદા પર્ફોર્મ આપતાં શ્રેષ્ઠ ચાર સ્પીન બોલર્સ વિશે પૂછતાં જણાવ્યું હતું કે, કુંબલે, બી ચંદ્રશેખર, બેદી અને પ્રસન્ના-ભજ્જી, તથા અશ્વિન દેશના શ્રેષ્ઠ સ્પીનર્સ છે. વધુમાં વેંકટેશે રાજકારણમાં આવવાની કોઈ ઈચ્છા ન હોવાનું પણ જણાવ્યું હતું. વેંકટેશના મતે સૌથી વધુ કુશળ ક્રિકેટર ઓસ્ટ્રેલિયાનો ટ્રેવિસ હેડ છે. જ્યારે રાજકારણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેના ફેવરિટ નેતા છે. 


કોહલી-રોહિત કે ધોની નહીં તો કોણ છે ટોપ-5 ભારતીય ક્રિકેટર? જાણો દિગ્ગજે કોના-કોના નામ આપ્યાં 2 - image

Tags :
Top-5-CricketersTeam-Indiasachin-TendulkarVenkatesh-Prasad

Google News
Google News