IPL 2024ની ટ્રોફી જીત્યા બાદ KKRના આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, તસવીરો વાયરલ

Updated: Jun 2nd, 2024


Google NewsGoogle News
IPL 2024ની ટ્રોફી જીત્યા બાદ KKRના આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, તસવીરો વાયરલ 1 - image
Image  Twitter 

Venkatesh Iyer married partner Shruti Ragunathan: ભારતીય ક્રિકેટર વેંકટેશ અય્યરે ગુરુવારે પરંપરાગત રીતે લગ્ન કર્યા. આ બેટરે ગયા વર્ષે નવેમ્બરમાં શ્રુતિ રઘુનાથન સાથે સગાઈ કરી હતી. અય્યરે આઈપીએલ પછી લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો હતો અને યોગાનુયોગ આ ટૂર્નામેન્ટમાં તેની ટીમે ટાઈટલ પણ જીત્યું હતું. હવે ટ્રોફી જીત્યા બાદ અય્યરે શ્રુતિ સાથે લગ્ન કરી લીધા છે. 

IPL 2024ની ટ્રોફી જીત્યા બાદ KKRના આ સ્ટાર ખેલાડીએ કર્યા લગ્ન, તસવીરો વાયરલ 2 - image

શ્રુતિએ ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી લીધી

મીડિયા રિપોર્ટ મુજબ વેંકટેશની પત્નીએ B.Com ડિગ્રી લીધેલી છે. એ પછી પીએસજી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સમાં અભ્યાસ કર્યો છે. B.Com કર્યા પછી શ્રુતિએ ફેશન મેનેજમેન્ટમાં માસ્ટર ડિગ્રી લીધી.

શ્રુતિ વિશે એવુ કહેવાય છે કે, તે બેંગલુરુમાં લાઈફસ્ટાઈલ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડમાં કામ કરે છે. શ્રુતિ વેંકટેશ ઐયરને કેવી રીતે મળી તે અંગે કોઈ નક્કર માહિતી નથી. પરંતુ એવું કહેવાય છે કે, બંને કોમન ફ્રેન્ડ્સ દ્વારા મળ્યા હતા અને પછી પ્રેમમાં પડ્યા હતા.

છેલ્લે ફેબ્રુઆરી 2022 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી

કોલકાતા નાઈટ રાઈડર્સ સિવાય વેંકટેશ અય્યર પણ ભારતીય ટીમ તરફથી રમી ચૂક્યો છે. જોકે, ખરાબ પ્રદર્શનને કારણે તેને ટીમમાંથી બહાર થવું પડ્યું હતું. તેણે છેલ્લે ફેબ્રુઆરી 2022 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ભારત માટે તેણે 2 ODI મેચમાં 24 રન અને 9 T20 મેચમાં 133 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે કોઈ અડધી સદી ફટકારી ન હતી.

વેંકટેશે IPLમાં અત્યાર સુધીમાં 50 મેચ રમી છે. આ સમયગાળા દરમિયાન 31.57ની એવરેજ અને 137.13ની સ્ટ્રાઈક રેટથી 1326 રન બનાવ્યા છે. જેમા તેણે એક સદી અને 11 અડધી સદી ફટકારી છે. વેંકટેશે બોલિંગમાં 3 વિકેટ લીધી છે. IPL 2024ની વાત કરીએ તો વેંકટેશે 15 મેચમાં 270 રન બનાવ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 46.25 હતી અને સ્ટ્રાઈક રેટ 158.79 હતો.


Google NewsGoogle News