Get The App

IPL 2025માં કોલકાતાનો કેપ્ટન બનવા આતુર બન્યો અય્યર, કહ્યું- હંમેશાથી લીડર બનવા માંગતો હતો

Updated: Dec 9th, 2024


Google NewsGoogle News
IPL 2025માં કોલકાતાનો કેપ્ટન બનવા આતુર બન્યો અય્યર, કહ્યું- હંમેશાથી લીડર બનવા માંગતો હતો 1 - image

Venkatesh Iyer : આગામી IPL 2025ના મેગા ઓક્શનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)એ વેંકટેશ અય્યર માટે ખુબ પૈસા ખર્ચી બોલી લગાવી હતી. છતાં પણ KKR આ મજબૂત ખેલાડીને રિટેન કરી શક્યું નહી. શ્રેયસ અય્યર ટીમમાંથી અલગ થયા બાદ હવે ફ્રેન્ચાઈઝી માટે આગામી સિઝન માટે નવો કેપ્ટન શોધવાનો પડકાર બની ગયો છે. જેના માટે હવે ઓકશનમાં 23.75 કરોડ રૂપિયા મેળવનાર વેંકટેશ અય્યર સંપૂર્ણપણે તૈયાર છે. અને તેણે કેપ્ટન બનવાની પોતાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

કેપ્ટનશીપ માટે અય્યર અને રહાણે રેસમાં

KKRએ ઓક્શન દરમિયાન અનુભવી ભારતીય બેટર અજિંક્ય રહાણેને પણ ટીમમાં સામેલ કર્યો છે. ત્યારથી કહેવામાં આવી રહ્યું હતું કે IPLની આગામી સિઝનમાં રહાણે KKRની કેપ્ટનશીપ કરતો જોવા મળી શકે છે. પરંતુ આ માટે ઓકશનમાં મોટી રકમ મેળવનાર વેંકટેશ અય્યરનું નામ હવે રેસમાં આગળ થઇ ગયું છે.

લીડરશીપની ભૂમિકા ભજવવા વેંકટેશ અય્યર તૈયાર

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે વેંકટેશ અય્યરને KKRની કેપ્ટનશીપ વિશે પૂછવામાં આવ્યું તો તેણે જવાબ આપતા કહ્યું હતું કે, 'હું જે પણ ટીમ સાથે જોડાઈશ તેમાં હું હંમેશા લીડરશીપની ભૂમિકા ભજવવા માંગુ છું. પછી તે IPLની કોઈ ટીમ હોય કે પછી ભારતીય ટીમ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કોઈ મેચ. એક લીડર તરીકે તમે હંમેશા તમારા વિચારો અને સૂચનો સાથે ટીમ માટે યોગદાન આપવા માંગો છો. આ માટે તમારે કેપ્ટનશીપના ટેગની જરૂર નથી. એટલા માટે હું હંમેશા ડ્રેસિંગ રૂમમાં લીડર બનવા માંગુ છું. જો મને કેપ્ટન બનાવવામાં આવે તો આ પ્રતિષ્ઠિત ટીમનું નેતૃત્વ કરવું મારા માટે સન્માનની વાત હશે. હવે જોઈએ કે તે મારા માટે આગળ તેમની પાસે શું પ્લાન છે?'

આ પણ વાંચો : ગુજરાત ટાઇટન્સના બેટરે મચાવ્યો કહેર, રૅકોર્ડ સદી ફટકારીને અપાવી શ્રેષ્ઠ જીત

KKR માટે અય્યરનું શાનદાર પ્રદર્શન

વેંકટેશ અય્યર વિશે વાત કરીએ તો વર્ષ 2021થી તે KKR ટીમનો ભાગ છે. અને હજી સુધી તેણે અન્ય કોઈપણ ફ્રેન્ચાઇઝી માટે એક પણ IPL મેચ રમી નથી. ઝડપી બોલિંગની સાથે તોફાની બેટિંગ કરનાર અય્યરે અત્યાર સુધી 51 IPL મેચમાં 1326 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વર્ષે 2024 સીઝનમાં જયારે KKR IPL ચેમ્પિયન બન્યું ત્યારે તે ટીમનો ભાગ હતો. તેથી શ્રેયસ અય્યર પછી KKR હવે આગામી સિઝન માટે વેંકટેશ ઐયરને પોતાનો નવો કેપ્ટન બનાવી શકે છે. 

IPL 2025માં કોલકાતાનો કેપ્ટન બનવા આતુર બન્યો અય્યર, કહ્યું- હંમેશાથી લીડર બનવા માંગતો હતો 2 - image


Google NewsGoogle News