IPL 2025: KKRમાંથી રિલીઝ થયા બાદ ભાવુક થયો આ ખેલાડી, કહ્યું- ખૂબ મહેનત કરી છતાં...
Venkatesh Iyer On KKR : આગામી IPL 2025 માટે તમામ 10 ટીમોએ પોતાની રિટેન્શન યાદી જાહેર કરી દીધી છે. હવે દરેકનું ધ્યાન આગામી સમયમાં યોજાનારા મેગા ઓક્શન પર છે. જે અહેવાલો અનુસાર સાઉદી અરેબિયાના રિયાધમાં 24 25 નવેમ્બરના રોજ યોજાઈ શકે છે. આ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ એવી પહેલી ટીમ છે. કે જેણે 6 ખેલાડીઓને રિટેન રાખ્યા છે. અને હવે તે ઓક્શનમાં રાઈટ ટુ મેચ કાર્ડ(RTM)નો ઉપયોગ કરી શકશે નહીં. ટીમમાંથી બહાર થવા અંગે ઓલરાઉન્ડર વેંકટેશ અય્યરનું ભાવનાત્મક નિવેદન સામે આવ્યું છે.
હું પણ રિટેન્શન યાદીનો ભાગ બનવાનું ઈચ્છતો હતો
અય્યરે કહ્યું હતું કે, 'હું માનું છું કે KKR એ ખૂબ જ સારા ખેલાડીઓને રિટેન રાખ્યા છે. 6 ખેલાડીઓની મદદથી તેમણે રિટેન્શનમાં જ 14-16 ઓવરની બોલિંગને આવરી લીધી છે. અને બેટિંગમાં ટીમે 5 સ્થાન રિટેન રાખ્યા છે. હું પણ તે રિટેન્શન યાદીનો ભાગ બનવાનું ઈચ્છતો હતો.'
આ પણ વાંચો : IPL 2025 : આઈપીએલ મેગા ઓક્શનની તારીખ અને સ્થળ લગભગ ફાઈનલ, જાણો ક્યાં અને ક્યારે યોજાશે
KKRએ મારી કારકિર્દીને નવી ઉડાન આપી
KKRની રિટેન્શન લિસ્ટમાં સામેલ ન થવાથી અય્યર સ્પષ્ટ રીતે નાખુશ હતો. તેણે વધુમાં કહ્યું હતું કે, 'KKRએ મારી કારકિર્દીને નવી ઉડાન આપી છે. અને મેં પણ ઘણી મેહનત કરીને આ ટીમ માટે રમ્યો છું. KKRની ટીમ એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં ટીમમાં માત્ર 16 ખેલાડીઓ નથી, પરંતુ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ અને મેનેજમેન્ટ એક પરિવાર તરીકે રહે છે. એટલા માટે જ હું કોલકાતાની રિટેન્શન યાદી જોઈને થોડો ભાવુક થઈ ગયો હતો. કારણ કે મારું નામ ત્યાં હતું નહી. મને વર્ષ 2022માં રિટેન રાખવામાં આવ્યો હતો. પરંતુ હવે હું યાદીમાં નથી.'
વેંકટેશ અય્યરની IPLમાં કારકિર્દી
કોલકાતા નાઈટ રાઈડર્સે(KKR) IPL 2025 માટે રિંકુ સિંહ, વરુણ ચક્રવર્તી, સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ, હર્ષિત રાણા અને રમનદીપ સિંહને રિટેન રાખ્યા છે. વેંકટેશ અય્યરે વર્ષ 2021માં KKR તરફથી રમતા પોતાની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે KKR માટે અત્યાર સુધી 50 મેચોમાં 1326 રન બનાવયા હતા. ઉપરાંત 3 વિકેટ પણ લીધી છે.