Get The App

એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભારતનો દબદબો, વરુણ-ઈશાએ કર્યો ગોલ્ડ પર કબજો

એશિયન ઓલિમ્પિક્સ ક્વાલિફાયરમાં પ્રથમ દિવસે ભારતે કુલ 6 મેડલ જીત્યા

મહિલા કેટેગરીમાં 18 વર્ષીય ઈશાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભારતનો દબદબો, વરુણ-ઈશાએ કર્યો ગોલ્ડ પર કબજો 1 - image
Image:SocialMedia

Asian Olympics Qualifier : ભારતીય શૂટર વરુણ તોમર અને ઈશા સિંહે એશિયન ઓલિમ્પિક્સ ક્વાલિફાયરની પુરુષ અને મહિલા 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે જ તેઓએ ભારત માટે 2 ઓલિમ્પિક ક્વોટા પણ હાંસલ કર્યા હતા. આ બંને ખેલાડીઓના ઓલિમ્પિક માટે ક્વાલિફાઈ કરવાની સાથે પેરિસ ગેમ્સના 15 ક્વોટા હાંસલ કર્યા હતા. આ સાથે જ ભારતે ટોક્યો ગેમ્સમાં સૌથી વધુ શૂટર મોકલવાના પોતાના અગાઉના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનની બરાબરી કરી હતી.

પ્રથમ દિવસે બે ટીમ ગોલ્ડ સહિત કુલ 6 મેડલ જીત્યા

ભારતીય શૂટર્સ પાસે બાકીની ક્વાલિફાયર સ્પર્ધા દ્વારા આ વર્ષે જુલાઈ-ઓગસ્ટમાં યોજાનાર રમતોમાં સ્થાન મેળવવાની તક પણ છે. ભારતે એશિયન ઓલિમ્પિક્સ ક્વાલિફાયર સ્પર્ધાના પ્રથમ દિવસે બે ટીમ ગોલ્ડ સહિત કુલ 6 મેડલ સાથે તેના અભિયાનની શરૂઆત કરી હતી. 20 વર્ષીય વરુણ તોમરે ફાઈનલમાં 239.6 અંક સાથે પહેલું સ્થાન મેળવ્યું જયારે અર્જુન ચીમાએ 237.3 અંક સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

મહિલા કેટેગરીમાં 18 વર્ષીય ઈશાએ ગોલ્ડ મેડલ જીત્યો

વરુણ, અર્જુન અને ઉજ્જવલ મલિકની ત્રિપુટી ટીમ સ્પર્ધામાં ટોપ રહી હતી. મહિલા કેટેગરીમાં 18 વર્ષીય ઈશાએ ફાઈનલમાં 243.1 અંક સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાકિસ્તાનની કિશમાલાએ સિલ્વર મેડલ જયારે ભારતની રિદ્મ સાંગવાને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ઈશા, રિદ્મ અને સુરભિની ટીમે ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.

એશિયન ઓલિમ્પિક ક્વોલિફાયરમાં ભારતનો દબદબો, વરુણ-ઈશાએ કર્યો ગોલ્ડ પર કબજો 2 - image


Google NewsGoogle News