Photo : હાર્દિક પંડ્યાએ વાઇફ નતાશાને અનોખા અંદાજમાં કર્યું વેલેન્ટાઈન્સ ડે વિશ, શેર કરી તસવીર

Updated: Feb 14th, 2024


Google NewsGoogle News
Photo : હાર્દિક પંડ્યાએ વાઇફ નતાશાને અનોખા અંદાજમાં કર્યું વેલેન્ટાઈન્સ ડે વિશ, શેર કરી તસવીર 1 - image

Image: X

નવી મુંબઇ,તા. 14 ફેબ્રુઆરી 2024, બુધવાર 

આજે જ્યારે આખુ વિશ્વ 14મી ફેબ્રુઆરીનો આ ખાસ દિવસ એટલે કે વેલેન્ટાઇન ડેન ઉજવણી કરી રહી હોય ત્યારે ક્રિકેટર્સ શું કામ પાછળ રહે ?  ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક પંડ્યાએ પણ વેલેન્ટાઇન ડે ઉજવણી કરી રહ્યો છે. નતાશા અને હાર્દિકની જોડી ચાહકોને ઘણી પસંદ છે. બંનેને ખૂબ જ વૈભવી જીવન જીવવું ગમે છે. ત્યારે તેણે પોતાની પત્ની માટે એક પોસ્ટ શેર કરી છે.  

સોશિયવ મીડિયા પર શેર કરી પોસ્ટ 

હાર્દિક પંડ્યાએ વેલેન્ટાઈન ડેના પર પત્ની નતાશા સ્ટેનકોવિક સાથેનો ફોટો શેર કર્યો હતો. પંડ્યાએ તેની પત્નીને ખૂબ જ સુંદર અંદાજમાં શુભેચ્છા પાઠવી છે. પોસ્ટમાં એક ફોટો શેર કર્યો છે જેમાં ત્રણેય ટ્વીનિંગ કરતાં દેખાઇ રહ્યાં છે તેમજ હાર્દિકે કેપ્શનમાં લખ્યુ છે, Happy Valentine’s Day. આ પોસ્ટને3 હજારથી વધુ લાઇક મળી છે. તેમજ ફેન્સ પણ કમેન્ટ કરીને વેલેન્ટાઇન ડે ની શુભકામનાઓ કપલને આપી રહ્યાં છે. 

કરોડોના ફ્લેટમં રહે છે કપલ

મુંબઈ સિવાય પંડ્યાના અન્ય શહેરોમાં પણ ઘર છે. એક ન્યૂઝ વેબસાઈટ અનુસાર, હાર્દિક પંડ્યાએ મુંબઈના ખાર વેસ્ટમાં ફ્લેટ ખરીદ્યો હતો. તેની કિંમત લગભગ 30 કરોડ રૂપિયા છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી. પંડ્યાના આ 3838 ચોરસ ફૂટના ઘરમાં જિમ અને સ્વિમિંગ પૂલ પણ છે. રિપોર્ટ્સ અનુસાર, પંડ્યા અને બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ એકબીજાના પાડોશી છે. પંડ્યાનું ગુજરાતમાં પણ એક ઘર છે.

બંને પંડ્યા તેમના હોમ ટાઉનમાં છે. તે વર્લ્ડ કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પુણેમાં રમાયેલી મેચ દરમિયાન પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ રહ્યો છે. જોકે, પંડ્યા પુનરાગમન માટે સખત મહેનત કરી રહ્યો છે. પરંતુ તેના પરત આવવા અંગે હજુ સુધી કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી.


Google NewsGoogle News