Get The App

વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ

Updated: Jan 21st, 2025


Google NewsGoogle News
વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ 1 - image

ICC Women's Under-19 T20 World Cup, Vaishnavi Sharma : હાલમાં રમાઈ રહેલી અંડર-19 T20 વર્લ્ડકપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ટુર્નામેન્ટની પહેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝને માત્ર 44 રનમાં ઓલઆઉટ કર્યા પછી ભારતીય ટીમે યજમાન મલેશિયાની ટીમને પણ મુશ્કેલીમાં મૂકી દીધી હતી. ટુર્નામેન્ટની બીજી મેચમાં ટોસ જીતીને પહેલાં બોલિંગ કર્યા બાદ ભારતીય ટીમે મલેશિયાની બેટિંગ ટીમની કમર તોડી નાખી હતી. 25 રનના સ્કોર પહેલાં જ અડધી ટીમ પવેલિયન ભેગી થઈ ગઈ હતી. પોતાની પહેલી મેચ રમી રહેલી વૈષ્ણવી શર્માએ હેટ્રિક લઈને ધમાલ મચાવી દીધી હતી. આખી ટીમ 14.3 ઓવરમાં 31 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ભારતે ફક્ત 2.5 ઓવરમાં આ લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. ભારત તરફથી ગોંગડી તૃષાએ 27 રન બનાવ્યા હતા.

ડેબ્યૂ મેચમાં જ વૈષ્ણવી શર્માની હેટ્રિક 

ભારતીય ટીમની કૅપ્ટન નીકી પ્રસાદે સતત બીજી મેચમાં પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કૅપ્ટનના આ નિર્ણય પર ભારતીય બોલરોએ મલેશિયન બેટરોને ઘૂંટણિયે લાવી દીધા હતા. માત્ર 30 રનના સ્કોર પર ટીમના 8 ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા. શર્માએ પોતાની ડેબ્યૂ મેચમાં વિસ્ફોટક બોલિંગ કરીને હેટ્રિક વિકેટ લીધી હતી. 14મી ઓવર ફેંકવા આવેલી શર્માએ બીજા, ત્રીજા અને ચોથા બોલ પર વિકેટ ઝડપીને હેટ્રિક કરી દીધી હતી. મેચ દરમિયાન શર્માએ 4 ઓવર નાખીને માત્ર 5 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.   

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા નવો વિવાદ, ટીમ ઇન્ડિયાની જર્સીથી પાકિસ્તાનનું નામ ગાયબ, જાણો મામલો

પારુનીકા સિસોદિયા અને આયુષી શુક્લાની શાનદાર બોલિંગ

ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે અંડર-19 T20 વર્લ્ડકપમાં સતત બીજી મેચમાં ઘાતક બોલિંગ કરીને વિરોધી ટીમના બેટરોને ધરાશાયી કરી દીધા હતા. વેસ્ટ ઇન્ડીઝ સામે પારુનીકા સિસોદિયા અને આયુષી શુક્લાએ શાનદાર બોલિંગ કરી બધાને ચોંકાવી દીધા હતા.

વર્લ્ડકપ ડેબ્યૂ મેચમાં જ 19 વર્ષની ખેલાડીએ લીધી હેટ્રિક, વિરોધી ટીમ 31 રનમાં ઑલઆઉટ 2 - image



Google NewsGoogle News