ક્રિકેટર બનાવવા જમીન વેચી...: 13 વર્ષના પુત્રને IPL ઓક્શનમાં 1.10 કરોડ મળતા ભાવુક થયા પિતા
Vaibhav Suryavanshi IPL 2025 Auction Team, Story, Price: 'માત્ર ઈન્વેસ્ટમેન્ટ નહીં, આ મોટું ઈન્વેસ્ટમેન્ટ છે. તમને શું જણાવીએ દીકરાને ક્રિકેટર બનાવવા માટે અમે જમીન વેચી નાખી, હજુ પણ સ્થિતિ સંપૂર્ણ રીતે સુધરી નથી. તે હવે માત્ર મારો દીકરો નથી આખા બિહારનો દીકરો છે.'આ શબ્દો છે વૈભવ સૂર્યવંશીના પિતા સંજીવ સૂર્યવંશીના. IPL 2025ના મેગા ઓક્શનમાં વૈભવે ઈતિહાસ રચ્યો છે. 25મી નવેમ્બરે માત્ર 13 વર્ષના વૈભવને રાજસ્થાન રોયલ્સે રૂ. 1.10 કરોડમાં ખરીદ્યો હતો. વૈભવના પિતા સંજીવ સૂર્યવંશીએ જણાવ્યું કે ‘મેં મારા પુત્ર માટે ઘણી બધી વસ્તુઓનું બલિદાન આપ્યું છે. મેં મારી જમીન પણ વેચી દીધી હતી.’
પોતાની ખેતીની જમીન વેચી નાખી
સંજીવ સૂર્યવંશી વૈભવના IPLમાં ઓક્શન બાદ ખૂબ જ ભાવુક નજર આવ્યો. તેમણે કહ્યું કે, પોતાના 10 વર્ષના દીકરાના ક્રિકેટનું સપનું પૂરું કરવા માટે પોતાની ખેતીની જમીન વેચી નાખી હતી. પરંતુ કદાચ પિતા સંજીવને એ વાતનો અંદાજ પણ નહીં હોય કે માત્ર ત્રણ વર્ષની અંદર જ તેમનો દીકરો ઈતિહાસ રચી દેશે.
દ્દાહમાં IPL મેગા ઓક્શનના બીજા અને અંતિમ દિવસે 13 વર્ષ અને આઠ મહિનાની ઉંમર (13 વર્ષ 243 દિવસ)માં જ્યારે રાજસ્થાન રોયલ્સે તેને 1.10 કરોડમાં ખરીદ્યો ત્યારે વૈભવ કોઈ ફ્રેન્ચાઈઝી દ્વારા ખરીદવામાં આવેલો સૌથી ઓછી ઉંમરનો ક્રિકેટર બની ગયો.
તે હવે આખા બિહારનો દીકરો છે..........
સંજીવ સૂર્યવંશી બિહારના સમસ્તીપુર શહેરથી 15 કિલોમીટર દૂર પોતાના પૈતૃક ગામ મોતીપુરમાં ખેતીની જમીનના માલિક છે. સંજીવે કહ્યું કે, 'તે હવે માત્ર મારો દીકરો નથી, પરંતુ આખા બિહારનો દીકરો છે.' વૈભવ હાલ અંડર-19 એશિયા કપ માટે દુબઈમાં છે.
તેમણે મુશ્કેલીના દિવસો યાદ કર્યા અને કહ્યું કે, મારા દીકરાએ સખત મહેનત કરી છે. 8 વર્ષની ઉંમરે તેણે અંડર-16 ડિસ્ટ્રિક્ટ ટ્રાયલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. હું તેને ક્રિકેટ કોચિંગ માટે સમસ્તીપુર લઈ જતો અને પછી પાછો લઈ આવતો હતો.
ઉંમરના વિવાદ પર આપી સ્પષ્ટતા
વૈભવની વાસ્તવિક ઉંમરના વિવાદ અંગે પૂછવામાં આવ્યું, જે અંગે ઘણા લોકો માને છે કે તે 15 વર્ષનો છે. તો તેના પર પિતાએ તરત જ સ્પષ્ટતા આપતા કહ્યું કે, જ્યારે તે સાડા 8 વર્ષનો હતો ત્યારે તેણે પહેલીવાર BCCI બોન ટેસ્ટ આપ્યો હતો. તે પહેલા જ ભારત માટે અંડર-19 રમી ચૂક્યો છે. અમે કોઈનાથી ડરતા નથી. તે ફરીથી 'Age ટેસ્ટ'માંથી પસાર થવા તૈયાર છે.
વૈભવને બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. વૈભવનો જન્મ સમસ્તીપુર જિલ્લાના મોતીપુરમાં થયો હતો. પાંચ વર્ષની ઉંમરથી જ તેના પિતા સંજીવ વૈભવને નેટ પ્રેક્ટિસ કરાવવા લાગ્યા હતા. આ માટે વૈભવના પિતાએ ઘરે જ નેટ લગાવી હતી. ત્યારબાદ વૈભવે સમસ્તીપુરની ક્રિકેટ એકેડમીમાં એડમિશન લીધું. ત્યારબાદ વૈભવે પટણાની જીસસ એકેડમીમાં મનીષ ઓઝા પાસેથી ટ્રેનિંગ લીધી છે.
BCA અધ્યક્ષનો માન્યો આભાર
આ દરમિયાન સંજીવે બિહાર ક્રિકેટ એસોસિએશન (BCA)ના અધ્યક્ષ રાકેશ તિવારીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે વૈભવના સફરમાં તેમણે હંમેશા મદદ કરી છે.