નાનો પણ રાઈનો દાણો: વૈભવ સૂર્યવંશીએ IPLમાં ડેબ્યૂની સાથે જ તોડ્યા ત્રણ રેકોર્ડ
IPL 2025 Vaibhav Suryavanshi: IPL 2025 માટે 19 એપ્રિલની રાત ઐતિહાસિક રહી છે.14 વર્ષીય વૈભવ સૂર્યવંશી ટૂર્નામેન્ટના ઈતિહાસમાં રમનારો સૌથી યુવા ખેલાડી બન્યો છે. રાજસ્થાન રોયલ્સે તેને બેટર તરીકે લખનઉ સુપર જાયન્ટ્સ મેદાન પર ઉતાર્યો હતો. વૈભવે પહેલા જ બોલમાં છગ્ગો ફટકારી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી.
વૈભવ સૂર્યવંશીએ 170ના સ્ટ્રાઈક રેટથી પોતાની પહેલી મેચમાં 20 બોલમાં બે ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતાં. 181 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે યશસ્વી જાયસ્વાલની સાથે ભાગીદારીમાં 85 રન બનાવ્યા હતાં. મેચમાં સૂર્યવંશીએ ચાર મોટા રેકોર્ડ બનાવ્યા હતાં.
સૂર્યવંશીએ આઈપીએલમાં સૌથી યુવા (14 વર્ષ અને 23 દિવસ) ખેલાડી તરીકે ડેબ્યૂ કર્યું છે. તે પહેલાં 2019માં 16 વર્ષ અને 157 દિવસની વયમાં પ્રયાસ રે બર્મને આઈપીએલમાં ડેબ્યૂ કર્યુ હતું. તે આરસીબીનો હિસ્સો રહ્યો હતો.
છગ્ગો ફટકારનારો સૌથી યુવા બેટર
વૈભવ સૂર્યવંશી આઈપીએલમાં છગ્ગો ફટકારનારો સૌથી યુવા બેટર રહ્યો છે. 19 એપ્રિલથી આ રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગના નામે હતો. પરાગે 17 વર્ષની વયે છગ્ગો ફટકાર્યો હતો.
આ પણ વાંચોઃ આજે PBKS vs RCB: પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ટક્કર, જુઓ LIVE સ્કોર
ચોગ્ગો ફટકારનારો સૌથી યુવા ખેલાડી
આઈપીએલમાં ચોગ્ગો ફટકારનારો સૌથી યુવા ખેલાડીનો રેકોર્ડ પણ સૂર્યવંશીએ પોતાના નામે કર્યો છે. પહેલાં આ રેકોર્ડ પ્રયાસ રે બર્મનના નામે હતો. આરસીબી માટે ડેબ્યૂ કરનારા પ્રયાસે આ રેકોર્ડ છ વર્ષ સુધી પોતાની પાસે રાખ્યો હતો.
પહેલા બોલમાં છગ્ગો ફટકારનારો ખેલાડી
વૈભવ સૂર્યવંશી હવે ઓસ્ટ્રેલિયાના રૉબ ક્વિની, વેસ્ટઈન્ડિઝના કેવોન કૂપર, આંદ્રે રસે, કાર્લોસ બ્રેથવેટ, જેવોન સિયરલ્સ, ભારતના અનિકેત ચૌધરી, સિદ્ધેશ લાડ, સમીર રિઝવી, અને શ્રીલંકાના મહીશ તીક્ષણા જેવા ખેલાડીઓની યાદીમાં સામેલ થયો છે. જેમણે પહેલા બોલમાં છગ્ગો ફટકારી પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી.