Get The App

વન-ડે ક્રિકેટના 53 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત નોંધાયો આ રેકોર્ડ, ભારતીય મૂળના અમેરિકાના બેટરનો કમાલ

Updated: Sep 25th, 2024


Google NewsGoogle News
ODI Match Milind Kumar Record


Milind Kumar Makes Unique Record: અમેરિકા તરફથી ક્રિકેટ રમતાં ભારતીય મૂળ ક્રિકેટર મિલિંદ કુમારે ગઈકાલે અનોખો રેકોર્ડ સર્જ્યો છે. 53 વર્ષના વનડે ક્રિકેટ ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ક્રિકેટરે એક ઈનિંગમાં રેકોર્ડ 155 રન બનાવ્યા છે. મિલિંદ કુમારે વિન્ડહોકમાં યુનાઇટેડ ક્રિકેટ ક્લબ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી યુએઈ વિરૂદ્ધ યુએસએની વન ડે મેચમાં 110 બોલમાં 155 રન ફટકારી અનોખો રેકોર્ડ પોતાના નામ કર્યો હતો.


વનડે ક્રિકેટના ઈતિહાસમાં અત્યાર સુધી 63 ખેલાડીઓએ 150થી 159ની રેન્જમાં રન ફટકાર્યા છે. પરંતુ 155 રન બનાવવા મામલે મિલિંદ એક માત્ર ખેલાડી છે, જેણે એક જ ઈનિંગમાં 155 રન બનાવ્યા હોય. વનડે ક્રિકેટના 53 વર્ષના ઈતિહાસમાં અત્યારસુધી 4773 વનડે મેચ રમાઈ ચૂકી છે, જેમાં 1971માં પ્રથમ વનડે રમાયા બાદથી અત્યારસુધીમાં કોઈ એવો ખેલાડી નથી આવ્યો કે, જેણે એક જ ઈનિંગમાં 150થી વધુ રન બનાવ્યા હોય. મિલિંદે ધુઆંધાર બેટિંગ કરી રેકોર્ડ સર્જ્યો છે. જેની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં એવરેજ 50 છે.


ODI ક્રિકેટ ઈતિહાસમાં વ્યક્તિગત ધોરણે સૌથી વધુ રન બનાવનાર ખેલાડીની સંખ્યા

રનવ્યક્તિગત ધોરણે રન બનાવનારની સંખ્યા
1508
1518
15210
15311
1546
1551
1567
1574
1585
1593

અમેરિકા જઈ ડંકો વગાડ્યો

મિલિંદ કુમાર ભારતમાં સ્થાનિક સ્તરે 2010માં ક્રિકેટ રમી ચૂક્યો હતો. બાદમાં 2018માં સિક્કિમથી રમ્યો હતો, ત્રિપુરા માટે પણ સારૂ પ્રદર્શન કર્યું હોવા છતાં ભારતીય ટીમમાં તક મળી ન હતી. બાદમાં અમેરિકા જઈ 2021માં માઈનર લીગ ક્રિકેટનો હિસ્સો બનાવ્યા હતા. વનડે મેચમાં અમેરિકા માટે આ બીજી સૌથી વધુ રન બનાવનારી ઈનિંગ છે.

રણજી ટ્રોફીમાં પણ સૌથી વધુ રન

રણજી ટ્રોફીમાં સિક્કિમ અને દિલ્હી તરફથી રમનાર મિલિંદ 2018-19ની રણજી સિઝનમાં સૌથી વધુ રન બનાવ્યા હતાં. રણજી ટ્રોફીમાં તેણે 1331 રન બનાવ્યા હતા. આઈપીએલમાં પણ તે દિલ્હી ડેરડેવિલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમી ચૂક્યો છે. મિલિંદની આક્રમક બેટિંગથી અમેરિકાએ યુએઈ વિરૂદ્ધ 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 339 રન બનાવ્યા હતા. જેના જવાબમાં યુએઈ ટીમ માત્ર 136 રનમાં સમેટાઈ ગઈ હતી.

વન-ડે ક્રિકેટના 53 વર્ષના ઇતિહાસમાં પહેલી વખત નોંધાયો આ રેકોર્ડ, ભારતીય મૂળના અમેરિકાના બેટરનો કમાલ 2 - image


Google NewsGoogle News