T20 વર્લ્ડ કપમાં પહેલીવાર આ ટીમ ધૂમ મચાવવા તૈયાર, કેપ્ટનશીપ કરશે ગુજરાતી મૂળનો ખેલાડી
T20 World Cup 2024: આગામી પહેલી જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં આઈસીસી મેન્સ T20 વર્લ્ડ કપ (ICC Men's T20 world cup 2024)ની શરુઆત થવાની છે. આ માટે મોટાભાગના દેશોએ પોતાના 15 સભ્યોની સ્કવૉડની જાહેરાત કરી છે. ત્યારે હવે અમેરિકાએ પણ વર્લ્ડ કપ માટેની તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. ખાસ વાત એ છે કે આ ટીમના કેપ્ટન તરીકે ગુજરાતી ખેલાડીની જાહેરાત થઈ છે.
ગુજરાતી મૂળના ખેલાડીની કેપ્ટન તરીકે પસંદગી
આઈસીસી T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકા દ્વારા જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમની કેપ્ટનશિપની જવાબદારી ગુજરાતી મૂળના મોનાંક પટેલની સોંપવામાં આવી છે. આ ઉપરાંત ટીમમાં 2010માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા સૌરભ નેત્રાવલકરને પણ સ્થાન મળ્યું છે. અમેરિકાની વર્લ્ડ કપની ટીમમાં ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા ઓલરાઉન્ડર કોરી એન્ડરસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
અમેરિકા પ્રથમ મેચ બીજી જૂને રમશે
નોંધનીય છે કે પ્રથમ વખત, અમેરિકા વેસ્ટ ઈન્ડિઝ સાથે સંયુક્ત રીતે ICCની આ મોટી ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. જેમા અમેરિકાની ટીમ પણ રમતી જોવા મળશે. T20 વર્લ્ડ કપ 2024માં અમેરિકાની ટીમ પોતાની પ્રથમ મેચ બીજી જૂને કેનેડા સામે રમશે. ત્યારબાદ 6 જૂને પાકિસ્તાન, 12 જૂને ભારત અને 14 જૂને આયર્લેન્ડ સામે ગ્રૂપ મેચ રમવાની છે.
અમેરિકાની 15 સભ્યોની ટીમ:
મોનાંક પટેલ (C), એરોન જોન્સ (VC), એન્ડ્રીસ ગોસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંઘ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતીશ કુમાર, નોસ્તુશ કેંજીગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શેલ્કવીક, સ્ટીવન ટેલર, શયાન જહાંગીર. આ ઉપરાંત ગજાનંદ સિંહ, જુઆનો ડ્રેસાડેલ, યાસિર મોહમ્મદને રિઝર્વ ખેલાડીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.