અઠવાડિયામાં જ ઓલિમ્પિક મેડલનો રંગ ઊતરી ગયો, ક્વોલિટી પર સવાલ ઊભા થયા, એથ્લીટે ફોટો શેર કર્યો

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News
અઠવાડિયામાં જ ઓલિમ્પિક મેડલનો રંગ ઊતરી ગયો, ક્વોલિટી પર સવાલ ઊભા થયા, એથ્લીટે ફોટો શેર કર્યો 1 - image


Image Source: Twitter

Paris Olympics 2024: હાલમાં ચાલી રહેલ પેરિસ ઓલિમ્પિક અને ફ્રાન્સમાં આયોજિત પેરાલિમ્પિક ગેમ્સ ફ્રાન્સમાં આયોજિત અત્યાર સુધીનું સૌથી મોટું આયોજન છે. આ દરમિયાન રમાઈ રહેલી તમામ રમત અને તેમાં મળતી જીત-હાર ઇતિહાસમાં નોંધાઈ જશે. હમણાં દરરોજ અલગ-અલગ દેશોથી વિવિધ સ્પોર્ટસમાં ખેલાડીઓના જીતના સમાચાર સામે આવી રહ્યા છે. 

કોઈ પણ એથ્લીટ માટે ઓલિમ્પિક મેડલ જીતવો એ જીવનમાં એક વખત મળતી તક છે પરંતુ જો ઓલિમ્પિક પૂરો થાય તે પહેલાં જ તેનો મેડલ પોતાની ચમક ગુમાવી દે તો? વર્તમાન પેરિસ ઓલિમ્પિક 2024માં બ્રોન્ઝ મેડલ જીતનારા અમેરિકન એથ્લિટ નાઇજાહ હ્યુસ્ટન (Nyjah Huston) એ એવો જ આરોપ લગાવ્યો છે કે મને મળેલા મેડલનો રંગ ઉતરી ગયો છે અને તે ખરાબ થવા લાગ્યો છે. 

પેરિસ 2024માં USA સ્કેટબોર્ડ ટીમની મેમ્બર નાઇજાહે ઓલિમ્પિક મેડલની ક્વોલિટી પર ચિંતા વ્યક્ત કરવા માટે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે. 29 વર્ષીય આ ખેલાડીએ 30 જુલાઈના રોજ પુરુષોની સ્ટ્રીટ સ્કેટ બોર્ડિંગમાં ત્રીજા સ્થાન પર રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ ખેલમાં જાપાનના યુટો અને હોરિગોમે ગોલ્ડ અને અમેરિકાના જૈગર ઈટને સિલ્વર મેડલ જીત્યો હતો. 

શું બોલ્યો નાઇજાહ?

એક્સ ગેમ્સ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 18 ગોલ્ડ મેડલ જીતનાર જાણીતા સ્કેટબોર્ડરે ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર ખરાબ થઈ રહેલા બ્રોન્ઝ મેડલની તસવીર શેર કરી હતી. તેમણે એક વીડિયોમાં કહ્યું કે, આ ઓલિમ્પિક મેડલ ત્યારે સારા લાગે છે જ્યારે તે નવા હોય છે. પરંતુ તેને થોડા સમય માટે પરસેવાવાળી પોતાની ત્વચા પર રાખવો અને પછી વિકેન્ડમાં પોતાના મિત્રોને આપ્યા બાદ તેની ક્વોલિટી સામે આવે છે. આ મેડલ જીત્યાને માત્ર એક અઠવાડિયું થયું છે. 

થોડી ક્વોલિટી વધારો

તેણે આગળ કહ્યું કે, મારો કહેવાનો અર્થ એ છે કે આ વસ્તુને જુઓ. તે ખરબચડી નજર આવી રહી છે. આગળનો ભાગ પણ થોડો ઉખડી જવા લાગ્યો છે. મને નથી ખબર પરંતુ કદાચ થોડી ક્વોલિટી વધારવાની જરૂર છે. વીડિયોમાં હસ્ટનના મેડલમાં ક્વોલિટીની ઉણપ સ્પષ્ટ દેખાઈ રહી છે જેમાં બન્ને બાજુથી રંગ ઉતરી ગયો છે. 

તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિક 2024ના મેડલ અદ્વિતીય છે કારણ કે, તે પેરિસના એફિલ ટાવરના નિર્માણ માટે ઉપયોગ કરવામાં આવેલા લોખંડના એકઠા કરવામાં આવેલા ટૂકડાનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા છે.


Google NewsGoogle News