IPL 2025 : આઈપીએલ મેગા ઓક્શનની તારીખ અને સ્થળ લગભગ ફાઈનલ, જાણો ક્યાં અને ક્યારે યોજાશે
IPL 2025 Mega Auction Update : આગામી IPL 2025ને લઈને તમામ 10 ફ્રેન્ચાઈઝીઓએ તેમણે રિટેન રાખેલા ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. હવે ફેન્સ માટે IPL 2025 સીઝન પહેલા મેગા ઓક્શનને લઈને એક સારા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રીપોર્ટ અનુસાર મેગા ઓક્શનની સંભવિત તારીખ અને તેનું સ્થળ જાહેર કરવામાં આવ્યું છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આ તારીખે અને સ્થળે યોજાશે મેગા ઓક્શન
મેગા ઓક્શન આ વખતે બે દિવસ સુધી ચાલશે. આ મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે યોજાય શકે તેવું માનવામાં આવી રહ્યું છે. આ ઓકશન સાઉદી અરેબિયાની રાજધાની રિયાધ શહેરમાં યોજાઈ શકે છે. હકીકતમાં ભારતીય ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 22 થી 26 નવેમ્બર દરમિયાન પહેલી ટેસ્ટ મેચ રમાવાની છે. જેના કારણે ઓક્શનનું સમયપત્રક નક્કી કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી રહી હતી.
IPL 2025 mega auction expected to be held in Riyadh, dates likely to be November 24 to 25
— ANI Digital (@ani_digital) November 4, 2024
Read @ANI Story | https://t.co/bmSjYTW9lj#IPL2025megaauction #Riyadh #Cricket pic.twitter.com/VHLQXWBg0z
મેગા ઓક્શનનું જીવંત પ્રસારણ
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને મેગા ઓક્શનનું જીવંત પ્રસારણ કરવાના અધિકારો ડિઝની સ્ટાર પાસે છે. આ સ્થિતિમાં બ્રોડકાસ્ટર્સ ઇચ્છતા નથી કે તારીખો એકબીજા સામે ટકરાય અને તેમણે નુકસાન થાય. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ સવારે 7.50 વાગ્યે શરૂ થશે. તેથી કરીને ઓકશન તે જ દિવસે સાંજે ઓક્શન યોજાઈ શકે છે. આ રીતે બંનેનો સમય એકબીજા સામે ટકરાશે નહી.
આ પણ વાંચો : ન્યૂઝીલેન્ડ સીરિઝ ખતમ થતાં જ ભારતના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે
મોટા ખેલાડીઓ મેગા ઓક્શનમાં થશે સામેલ
આ વખતે મેગા ઓક્શનમાં કે.એલ રાહુલ, રિષભ પંત, શ્રેયસ અય્યર, મોહમ્મદ શમી, ઈશાન કિશન, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, જોસ બટલર અને માર્કસ સ્ટોઈનિસ જેવા મોટા ખેલાડીઓ સામેલ થશે.