લો બોલો! યુપી પોલીસે સ્ટેડિયમની સુરક્ષા માટે લંગૂર તૈનાત કર્યા, સમગ્ર મામલો જાણી ચોંકી જશો
Image: Facebook
India vs Bangladesh 2nd Test: ભારત અને બાંગ્લાદેશની વચ્ચે રમાઈ રહેલી બે મેચોની ટેસ્ટ સિરીઝની બીજી મેચ કાનપુરના ગ્રીન પાર્કમાં રમાશે. આ મેચમાં ખેલાડીઓ અને દર્શકોની સુરક્ષા લંગૂર કરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશ ક્રિકેટ સંઘ (UPCA) એ સ્ટેડિયમમાં વાંદરાના આતંકથી છુટકારો મેળવવા માટે લંગૂરોની મદદ લીધી છે. આ નિર્ણય ચાહકો, કર્મચારીઓ અને પ્રસારણ કર્મચારીઓને વાંદરાથી બચાવવા માટે લેવામાં આવ્યો, જે ભોજનની શોધમાં સ્ટેડિયમમાં ઘૂસીને ઉત્પાત મચાવી શકે છે.
મેચ શરૂ થયા પહેલા વેન્યૂ ડાયરેક્ટર સંજય કપૂરે મીડિયા બ્રીફિંગમાં કહ્યું, 'વાંદરાના આતંકથી બચવા માટે અમે લંગૂર તૈનાત કર્યા છે.' વાંદરાના આતંકથી છુટકારો મેળવવા માટે શહેરમાં લંગૂરોનો ઉપયોગ સામાન્ય વાત છે. પહેલા પણ આ મેદાન પર આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન તેમની હાજરી કારગર સાબિત થઈ છે.
યુપીસીએએ આ સિવાય પણ ઘણા અન્ય ઉપાય પણ કર્યા છે, જેમ કે ઊંચા સ્ટેન્ડોને, જ્યાં ટેલીવિઝન ક્રૂ પોતાના કેમેરા લગાવે છે, બંને તરફ અને પાછળ કાળા કપડાથી ઢાંકી દેવામાં આવ્યા, જેથી વાંદરાને સ્ટેન્ડમાં પ્રવેશ કરવાથી રોકી શકાય. મેચ દરમિયાન સ્ટેન્ડમાં હાજર કેમેરા ક્રૂ ને વાંદરાથી સૌથી વધુ જોખમ હોય છે. દરમિયાન વાંદરાના આતંકથી બચવા માટે લંગૂરોને સ્ટેડિયમ પર અલગ-અલગ સ્થાને તૈનાત કરવામાં આવ્યા છે.
ભારે વરસાદને કારણે અમ્પાયરે પહેલા દિવસની મેચને ઝડપથી પૂર્ણ કરવાની જાહેરાત કરી. મોડી રાત્રે ભારે વરસાદના કારણે આજે રમતની શરૂઆત પણ એક કલાક મોડા થઈ છે. બાંગ્લાદેશે પહેલા દિવસે ત્રણ વિકેટ પર 107 રન બનાવી લીધા છે. હાલ મોમિનુલ હક 40 રન અને મુશફિકુર રહીમ છ રન બનાવીને ક્રીજ પર છે.