ક્રિકેટ ઇતિહાસનો અભૂતપૂર્વ ધબડકો : એક જ દિવસમાં 23 વિકેટ !

Updated: Jan 4th, 2024


Google NewsGoogle News
ક્રિકેટ ઇતિહાસનો અભૂતપૂર્વ ધબડકો : એક જ દિવસમાં 23 વિકેટ ! 1 - image


- ટેસ્ટના પ્રથમ દિવસે જ સૌથી વધુ વિકેટ પડી હોય તેવી 146 વર્ષના ઇતિહાસની બીજી જ ઘટના ! : કલંકિત રેકોર્ડની હારમાળા

- સાઉથ આફ્રિકા પ્રથમ ઇનિંગમાં 55 રનમાં ઓલઆઉટ 

- ભારત પ્રથમ ઇનિંગમાં 153 રનમાં ઓલઆઉટ થયું 

- ભારતની 11 બોલમાં 0 રને આખરી 6 વિકેટો પડી

- સાઉથ આફ્રિકાના બીજી ઇનિંગમાં ૩ વિકેટે 62 રન

કેપટાઉન : ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટના પ્રથમ દિવસે બંને ટીમના નામે કલંકિત રેકોર્ડ નોંધાયા હતા. આજે પ્રથમ દિવસની રમતમાં જ ૨૩ વિકેટો પડી હતી. રમતના પ્રથમ દિવસે જ સૌથી વધુ વિકેટ પડવાની રીતે આ બીજી જ ઘટના છે. ૧૯૦૨માં ઓસ્ટ્રેલિયા- ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટમાં ૨૫ વિકેટ પ્રથમ દિવસે જ પડી હતી. તે પછી આજની ૨૩ વિકેટ તે બીજી જ ઘટના છે. કોઈપણ દિવસની રમતના અંતે પડવાની રીતે આજની ૨૩ વિકેટ પાંચમી ઘટના છે.

તેવી જ રીતે બંને ટીમની એક- એક ઇનિંગ સૌથી ઓછા બોલમાં પૂરી થાય તેવી ૧૪૬ વર્ષના ટેસ્ટ ઇતિહાસની બીજી જ ઘટના છે. ૧૯૦૨ની ઓસ્ટ્રેલિયા- ઇંગ્લેન્ડની ટેસ્ટમાં ૨૮૧ બોલમાં અને આજે ૩૪૯ બોલમાં ૨૦ વિકેટ પડી હતી.

સાઉથ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી અને મોહમ્મદ સિરાજે ૯ ઓવરોમાં ૧૫ રનમાં છ વિકેટ ઝડપી તરખાટ મચાવતા સાઉથ આફ્રિકા ૨૩.૨ ઓવરોની રમતમાં માત્ર ૫૫ રનમાં જ ખખડી ગયું હતું. બુમરાહ અને મુકેશકુમારે ૨- ૨ વિકેટ મેળવી હતી. સાઉથ આફ્રિકા તરફથી બેડિંગહામ (૧૨) અને વિકેટકીપર બેટ્સમેન વેરીન્ને (૧૫) તે બે જ બેટસમેન ડબલ ફિગર નોંધાવી શક્યા હતા.

ભારતના ક્રિકેટ ચાહકોને એમ હતું કે, રમતના અંત સુધીમાં ભારત મોટી લીડ લઈને તેની સ્થિતિ મજબૂત બનાવી લેશે પણ ભારત પણ ૩૪.૫ ઓવરોમાં ૧૫૩ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. કોહલીએ ૪૬, રોહિત શર્માએ ૩૯ અને ગીલે ૩૬ રન નોંધાવતા ભારતનો આટલો સ્કોર થયો હતો.

ભારતનો શરમજનક દેખાવ એ રીતનો હતો કે ૩૩ ઓવરોમાં ૧૫૩ રને ભારતની ૪ વિકેટ હતી અને તે પછી એકપણ રન ઉમેર્યા વગર ૩૪.૫ ઓવરોમાં એટલે કે ૧૧ બોલમાં ભારતે છ વિકેટ ગુમાવી હતી. જયસ્વાલ, શ્રેયસ ઐયર, જાડેજા, બુમરાહ, સિરાજ અને ક્રિષ્ના એમ છ બેટસમેન ૦ રને આઉટ થયા હતા.

ભારતને અઘરી પીચ પર ૯૮ રનની નિર્ણાયક સરસાઈ મેળવી હતી. આમ ૫૮.૧ ઓવરોમાં જ કુલ ૨૦ વિકેટ પડી હતી તે પછી સાઉથ આફ્રિકાએ કલ્પના પણ નહીં કરી હોય કે ટી પછી તેઓને બીજી ઇનિંગ રમવા આવવું પડશે.

ૂબીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકાએ કંઇક પ્રતિકાર કરતા ૬૨ રનમાં ૩ વિકેટ રમતના અંતે ૧૭ ઓવરોમાં ગુમાવી હતી. હજુ તેઓ ભારતની સરસાઈથી ૩૬ રન પાછળ છે. મુકેશ કુમારે ૨૫ રનમાં બે વિકેટ ઝડપી છે. એક દિવસની રમતમાં કુલ ૨૭૦ રનમાં ૨૩ વિકેટ પડી છે.

કાલે હજુ મેચનો બીજો દિવસ જ છે અને પ્રથમ સેશનમાં બેટિંગ કરવાની ઘણી જ કઠિન હોય છે. ભારતે સાઉથ આફ્રિકાને જેમ બને તેમ ઝડપથી ઓલઆઉટ કરવું પડશે કેમ કે તૂટી રહેલી પીચમાં ભારતને બીજી ઇનિંગમાં થોડો મોટો પડકાર આવશે તો પણ ભારે પડશે.

જોઈએ, મેચ બે દિવસની અંદર જ પૂરી થઈ જાય છે કે કેમ.

ટેસ્ટ : પહેલા દિવસે સૌથી વધુ વિકેટની ઘટના

વિકેટ

કુલ રન

દેશો

સ્થળ

વર્ષ

૨૫

૨૨૧

ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ

મેલબોર્ન

૧૯૦૨

૨૩

૨૭૦

સા.આફ્રિકા-ભારત

કેપ ટાઉન

૨૦૨૪

૨૨

૧૯૭

ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ

ઓવલ

૧૮૯૦

૨૨

૨૦૭

ઓસ્ટ્રેલિયા-વિન્ડિઝ

એડીલેડ

૧૯૫૧

૨૧

૨૭૮

સા.આફ્રિકા-ઈંગ્લેન્ડ

ગકૅબેહરા

૧૮૯૬


Google NewsGoogle News