પહેલા ક્રિકેટ માટે ભારત છોડ્યું, હવે U-19 વર્લ્ડકપ જીતાડનાર કેપ્ટનને ટીમમાં પણ ન મળી જગ્યા
Unmukt Chand out of USA Squad: USA એ ટી20 વર્લ્ડ કપ 2024 માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વખત અમેરિકા વેસ્ટ ઈન્ડિઝ સાથે સંયુક્ત રીતે આઈસીસી ઈવેન્ટનું આયોજન કરશે. T20 વર્લ્ડ કપ 1 જૂનથી શરૂ થશે. આ મેગા ઈવેન્ટ માટે યુએસએએ ભારતીય મૂળના મોનાંક પટેલને ટીમની કપ્તાની સોંપી છે.
ઉન્મુક્ત ચંદ ભારતીય ક્રિકેટનું એક એવું નામ છે, જેના વિશે લોકોને આશા હતી કે તે એક દિવસ મોટો ખેલાડી સાબિત થશે. પરંતુ તે ભારત માટે ક્યારેય ડેબ્યુ પણ કરી શક્યો ન હતો. તેણે ઘણી કોશિશ કરી પરંતુ તેને દેશ માટે રમવાની તક મળી નહીં.
અંતે, તેણે તેની ભારતીય નાગરિકતા છોડી દીધી અને અમેરિકા ગયો. પરંતુ ત્યાં પણ તેની સાથે એક એવી ઘટનાઓ બની. યુએસએએ ટી20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે,પરંતુ તેમાં ઉન્મુક્ત ચંદ સ્થાન નથી મળ્યું. એ સિવાય ટીમના ઘણા નવા ખેલાડીઓને તક મળી છે.
ન્યુઝીલેન્ડ તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા કોરી એન્ડરસનને યુએસએની ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે ભારતીય અંડર-19 ટીમના કેપ્ટન રહેલા ઉન્મુક્ત ચંદને ટીમમાં સ્થાન મળ્યું નથી. તેમજ 2010 વર્લ્ડ કપમાં ભારતીય અંડર-19 ટીમનો ભાગ રહેલા સૌરભ નેત્રાવલકરને પણ જગ્યા મળી છે. એરોન જોન્સને મોનાંક પટેલના ડેપ્યુટી બનાવવામાં આવ્યા છે.
યુએસએ પણ બતાવ્યો બહારનો રસ્તો
2012માં શાનદાર સેન્ચુરી ફટકારીને ભારતને અંડર-19 વર્લ્ડ કપ જીતાડનાર ઉન્મુક્ત ચંદે 2021માં ભારતીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આ પછી તે ભારત છોડીને અમેરિકા ગયો અને ત્યાંની નાગરિકતા મેળવી.
જેથી 2024માં જ તે અમેરિકા માટે રમવા માટે એલિજિબલ બની ગયો હતો. ચંદને પણ આશા હતી કે તેને ટી20 વર્લ્ડ કપમાં જગ્યા આપવામાં આવશે. યુએસએની મેજર ક્રિકેટ લીગમાં 1500થી વધુ રન બનાવવા છતાં તેને સ્થાન મળ્યું નથી. આ સાથે તેનું આંતરરાષ્ટ્રીય મેચ રમવાનું સપનું ફરી એકવાર અધૂરું રહી ગયું.
સૌરભ ભારત માટે અંડર-19 વર્લ્ડ કપ રમી ચૂક્યો છે
સૌરભ નેત્રાવલકર 2010માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય અંડર-19 ટીમનો ભાગ હતો. તે જ સમયે, વર્ષ 2012 માં, ઉન્મુક્ત ચંદની કેપ્ટન્સીમાં, ભારતે અંડર -19 વર્લ્ડ કપ જીત્યો. વર્ષ 2010માં ભારતીય અંડર-19 ટીમ ટાઈટલ જીતી શકી ન હતી પરંતુ સૌરભે ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી હતી.
ટીમમાં કર્યા બે મોટા ફેરફાર
યુએસએ ક્રિકેટ બોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું કે, ટીમમાં બે ફેરફારમાં જમણા હાથના બેટ્સમેન અને વિકેટકીપર ઓલરાઉન્ડર શયાન જહાંગીરને મિડલ ઓર્ડર બેટ્સમેન ગજાનંદ સિંહની જગ્યાએ અને ઝડપી બોલર અલી ખાનને ઉસ્માન રફીકની જગ્યાએ સામેલ કરવામાં આવ્યા છે.
T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકાની 15 સભ્યોની ટીમ
મોનાંક પટેલ (C), એરોન જોન્સ (VC), એન્ડ્રીસ ગોસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંઘ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતિશ કુમાર, નોસ્તુશ કેંજીગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વેન શેલ્કવિક, સ્ટીવન ટેલર , શયાન જહાંગીર.