વર્લ્ડ કપ જ નહીં, એશિયા ગેમ્સ માટે પણ ત્રણ ભારતીય ક્રિકેટરો લાયક ન ગણાયા! જાણો કોણ છે આ ખેલાડીઓ

ICC ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે

આગામી 5 ઓક્ટોબરથી ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ (ODI World Cup 2023) રમાશે.

Updated: Sep 22nd, 2023


Google NewsGoogle News
વર્લ્ડ કપ જ નહીં, એશિયા ગેમ્સ માટે પણ ત્રણ ભારતીય ક્રિકેટરો લાયક ન ગણાયા! જાણો કોણ છે આ ખેલાડીઓ 1 - image
Image Twitter 

તા. 22 સપ્ટેમ્બર 2023, શુક્રવાર

ભારતની મેજબાનીમાં આ વર્ષે વનડે વર્લ્ડ કપ (ODI World Cup 2023) રમાવી છે. આ ICC ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાનું એલાન થઈ ગયું છે. જેમાં એવા 3 ખેલાડીઓ છે, કે જેમણે વર્લ્ડ કપ માટે નહી પરંતુ એશિયન ગેમ્સ સુધી લાયક માનવામાં નથી આવ્યાં.

ક્રિકેટ ટુર્નામેન્ટ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી 

આગામી 5 ઓક્ટોબરથી ભારતની યજમાનીમાં વનડે વર્લ્ડ કપ (ODI World Cup 2023) રમાશે. આ વૈશ્વિક ક્રિકેટ ટુર્નામેન્ટ માટે બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. ભારત તેના આ અભિયાનની શરુઆત આગામી 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રલિયા સામે કરશે. આ દરમ્યાન ત્રણ એવા ખેલાડીઓ છે કે જેમણે વર્લ્ડ કપ જ નહી પરંતુ એશિયન ગેમ્સમાં રમવાને લાયક માનવામાં આવ્યો નથી.  

શિખરને વર્લ્ડ કપમાં જ નહી પરંતુ એશિયન ગેમ્સમાં પણ પસંદગી કરવામાં આવી નથી

આ લીસ્ટમાં પહેલું નામ શિખર ધવન (Shikhar Dhawan)નું નામ છે. શિખરને વર્લ્ડ કપમાં જ નહી પરંતુ એશિયન ગેમ્સમાં પણ પસંદગી કરવામાં આવી નથી. જો કે તેના વિશે આશા કરવામાં આવી હતી કે તે એશિયન ગેમ્સમાં ટીમ ઈન્ડિયામાં કેપ્ટનશીપ સંભાળશે પરંતુ આવું ના થયું. 

ચહલને વર્લ્ડ કપ અને એશિયન ગેમ માટેની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી

બીજુ નામ સ્પિનર યુજવેન્દ્ર ચહલ(Yuzvendra Chahel) નું નામ આવે છે. ચહલને વર્લ્ડ કપ અને એશિયન ગેમ માટેની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. ચાઈનામેન બોલર કુલદીપ યાદવને ચહલની જગ્યા પર સમાવેશ કરવામાં આવ્યો છે. 

ત્રીજુ નામ ભુવનેશ્વર કુમાર(  Bhuvneshwer kumar)નું છે

જ્યારે ત્રીજુ નામ ભુવનેશ્વર કુમાર(  Bhuvneshwer kumar)નું છે. તેની શાનદાર સ્વિંગ પર મોટા-મોટા બેસ્ટમેનો પણ હેરાન હતા. ભુવનેશ્વર કુમારને પણ એશિયન ગેમ્સમાં સ્થાન આપવામાં આવ્યું. તેમજ  વર્લ્ડ કપમાં પણ સ્થાન આપવામાં આવ્યું નથી.


બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News