VIDEO : પાકિસ્તાનના ખેલાડીઓ ધ્રુસ્કે ને ધ્રુસ્કે રડી પડ્યા, ઓસ્ટ્રેલિયા સામે કારમી હાર
ઓસ્ટ્રેલિયાએ તોડ્યું પાકિસ્તાનનું સપનું
ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા આમને સામને
Under 19 Would Cup Semi Final 2024: વર્લ્ડ કપ જેવા મોટા સ્ટેજની સેમીફાઈનલ મેચમાં જો કોઈ ટીમ માત્ર 179 જ રન બનાવે તો તેની હાર લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. પરંતુ કાલની ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં તદ્દન વિપરીત જ જોવા મળ્યું હતું. પાકિસ્તાની બોલરોએ ઓસ્ટ્રેલિયાને એક-એક રન માટે સંઘર્ષ કરાવ્યો હતો. મેચ છેલ્લી ઓવર સુધી ચાલી હતી.
ઓસ્ટ્રેલિયાએ એક એક રન માટે કર્યો સંઘર્ષ
પાકિસ્તાનના મોહમ્મદ જીશાને ટીમ માટે છેલ્લી ઓવર ફેંકી, ખેલાડીઓને તે બોલ પર વિકેટની આશા હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે ત્રણ રનની જરૂર હતી અને પાકિસ્તાન ફાઇનલમાં પહોંચવાથી માત્ર એક વિકેટ દૂર હતું, પરંતુ છેલ્લી ઓવરના પહેલા બોલ પર ચોગ્ગો લાગતાની સાથે જ પાકિસ્તાની ખેલાડીઓનું દિલ તૂટી ગયું હતું. હાર બાદ પાકિસ્તાની ખેલાડી મેદાન પર જ ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા.
— Nihari Korma (@NihariVsKorma) February 9, 2024
ફાઈનલ ભારત સાથે રમાશે
મૈકમિલે મોહમ્મદ જીશાનના બોલ પર ચોગ્ગો ફટકારીને પાકિસ્તાનનું દિલ તોડી નાખ્યું હતું. બોલને રોકવા માટે નસીમ શાહનો નાનો ભાઈ ઉબેદ શાહ બાઉન્ડ્રીની નજીક ગયો, પરંતુ બોલ સરળતાથી બાઉન્ડ્રી લાઇનને સ્પર્શી ગયો. આ પછી ઉબેદ બાઉન્ડ્રી લાઈન પાસે સૂઈને રડવા લાગ્યો હતો. પાકિસ્તાનની હાર સાથે જ ઓસ્ટ્રેલિયાની અંડર 19 ટીમે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે ફાઈનલ
11 ફેબ્રુઆરીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અંડર 19 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચ રમાશે. ભારતે પ્રથમ સેમિફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 2 વિકેટથી હરાવીને નવમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. જયારે ઓસ્ટ્રેલિયા ચોથી વખત ચેમ્પિયન બનવા તરફ જોઈ રહ્યું છે.