Get The App

નાનો પણ રાઈનો દાણો: 14 વર્ષના વૈભવે એક જ મેચમાં તોડ્યા 5 રેકોર્ડ, 35 બોલમાં સેન્ચુરી

Updated: Apr 29th, 2025

GS TEAM


Google News
Google News
નાનો પણ રાઈનો દાણો: 14 વર્ષના વૈભવે એક જ મેચમાં તોડ્યા 5 રેકોર્ડ, 35 બોલમાં સેન્ચુરી 1 - image


Image Source: Twitter

Vaibhav Suryavanshi Records:  જયપુરમાં વૈભવ સૂર્યવંશીની જય-જયકાર જોવા મળી રહી છે. 14 વર્ષના આ ખૂંખાર બેટ્સમેનની સેન્ચુરી ઈનિંગ પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યું છે. બિહારના આ લાલ એ પહેલી જ મેચમાં રેકોર્ડ્સને ટાર્ગેટ કરવાનું શરૂ કરી દીધું હતું. હવે તેણે પોતાની ત્રીજી જ IPL મેચમાં રેકોર્ડ્સનો અંબાર લગાવી દીધો છે. વિરાટ-રોહિત સહિત મોટા-મોટા દિગ્ગજ સૂર્યવંશીના રેકોર્ડની આસ-પાસ પણ નજર નથી આવી રહ્યા.

35 બોલમાં સેન્ચુરી 

વૈભવ સૂર્યવંશીએ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારવાની સિદ્ધિ હાંસલ કરી છે. અત્યાર સુધી T20 ક્રિકેટના ઈતિહાસમાં આવું ક્યારેય નથી બન્યું. વૈભવના દમ પર રાજસ્થાને 8 વિકેટથી એકતરફી જીત હાંસલ કરી.

યૂસુફ પઠાણનો રેકોર્ડ તોડ્યો

IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ વર્ષોથી ક્રિસ ગેલના નામ પર છે. તેણે માત્ર 30 બોલમાં સદી ફટકારી હતી. પરંતુ હવે વૈભની પાવર હિટિંગ સામે આ રેકોર્ડ પણ જોખમમાં નજર આવી રહ્યો છે. વૈભવ IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બની ગયો છે. તેણે યૂસુફ પઠાણનો 37 બોલમાં સદી ફકટારવાનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

આ પણ વાંચો: GT vs RR : વૈભવ-જયસ્વાલની તોફાની બેટિંગના સહારે રાજસ્થાનની ભવ્ય જીત, ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું

સૌથી નાની ઉંમરે સદી ફટકારી

વૈભવ પહેલાથી જ IPLમાં ડેબ્યૂ કરનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો હતો અને તેણે પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો હતો. પરંતુ હવે તેણે સૌથી નાની ઉંમરે IPLમાં સદી ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. આ રેકોર્ડ વર્ષો સુધી અતૂટ રહી શકે છે. તેણે માત્ર 14 વર્ષ અને 32 દિવસની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી અને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ જીત્યો.

એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

વૈભવે પોતાની ઈનિંગમાં 11 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકારીને માત્ર 35 બોલમાં 101 રનની ઈનિંગ રમી. તે IPLની એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર પ્રથમ ભારતીય બન્યો છે. આ પહેલા 2010માં મુરલી વિજયે 127 રનની પોતાની ઈનિંગમાં 11 છગ્ગા ફટકાર્યા હતા.

IPLમાં પ્લેયર ઓફ ધ મેચ જીતનાર સૌથી યુવા ખેલાડી

IPLમાં બે મેચ પહેલા જ વૈભવે ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી મેચમાં વૈભવ પોતાની પ્રથમ ફિફ્ટી માત્ર થોડા રનથી ચૂકી ગયો હતો. પરંતુ તેની ત્રીજી મેચમાં જ તેણે અસંભવ કારનામું કરી દેખાડ્યું. વૈભવ સૂર્યવંશી IPLમાં પ્લેયર ઓફ ધ મેચ જીતનાર સૌથી યુવા ખેલાડી બન્યો છે.

Tags :