Get The App

IPLમાં પણ એમ્પાયરિંગ પર ઉભા થયા સવાલ: કોહલી પણ નાખુશ; જાણો 4 વિવાદાસ્પદ નિર્ણયો

Updated: Apr 12th, 2024


Google NewsGoogle News
IPLમાં પણ એમ્પાયરિંગ પર ઉભા થયા સવાલ: કોહલી પણ નાખુશ; જાણો 4 વિવાદાસ્પદ નિર્ણયો 1 - image


ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 17મી સીઝનની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) એ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને સાત વિકેટે હરાવ્યું. 11 એપ્રિલે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં મુંબઈને જીતવા માટે 197 રનનો ટાર્ગેટ હતો, જે તેમણે 27 બોલ બાકી રહેતાં હાંસલ કરી લીધો હતો. 

પાંચ મેચમાં મુંબઈની આ બીજી જીત હતી, જ્યારે આરસીબીની છ મેચમાં આ પાંચમી હાર હતી. મુંબઈ ઈન્ડિયન્સની જીતનો હીરો ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ હતો, જેણે 21 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. 

આ મેચમા જ્યારે નીતિને ત્રીજા અમ્પાયરની મદદ લીધી ત્યારે આ મેચ દરમિયાન નબળી અમ્પાયરિંગ પણ જોવા મળી હતી. અમ્પાયરે કેટલાક નિર્ણયો એવા લીધા કે, જેના પર સવાલો ઉઠી રહ્યા છે. આરસીબીની ઈનિંગની 17મી ઓવરમાં ભારે અરાજકતા જોવા મળી હતી. 

જસપ્રિત બુમરાહની તે ઓવરમાં, ફાફ ડુ પ્લેસિસ પુરી રીતે પીટાઈ ગયો હતો અને બોલ વિકેટકીપર ઈશાન કિશનના ગ્લોવ્સમાં જતી રહી. ઈશાને અપીલ કરી, પરંતુ અમ્પાયરે નોટઆઉટ આપ્યુ. MIના બંને રિવ્યુ બરબાદ થઈ ગયા હતા, તેથી તે મેદાન પરના અમ્પાયરના નિર્ણયને પડકારી શકતો ન હતો. 

જો કે, મેદાન પરના અમ્પાયર નીતિન મેનન ત્રીજા અમ્પાયર પાસે ગયા કારણ કે નીતિનનું માનવું હતું કે, બોલ બેટ સાથે અથડાઈને ઈશાનના ગ્લોવમાં ગયો હતો. નીતિન એ જોવા માંગતો હતો કે કેચ યોગ્ય રીતે લેવાયો છે કે નહીં. 

અમ્પાયર રિવ્યુ દરમિયાન થર્ડ અમ્પાયર વીરેન્દ્ર શર્માએ પણ અલ્ટ્રા એજ ચેક કર્યું હતું. IPLના નિયમો અનુસાર, થર્ડ અમ્પાયરને પણ યોગ્ય કેચ માટે અમ્પાયર દ્વારા સમીક્ષા દરમિયાન અલ્ટ્રા-એજ જોવાની છૂટ છે. 

આઈપીએલની પ્લેંઇગ કંડીશન્સ અપેંડિક્સ –D ની કલમ 2.2.3માં આનો ઉલ્લેખ આપ્યો છે. અલ્ટ્રા-એજમાં જાણવા મળ્યું કે, બોલ ડુ પ્લેસિસના બેટ સાથે અથડાયો ન હતો. આવી સ્થિતિમાં ડુ પ્લેસિસ આઉટ થતા બચી ગયો હતો.   

જો નીતિન મેનન આઉટ કર્યો હોત, તો ડુ પ્લેસિસે રિવ્યુ લીધુ હોત કારણ કે, બોલ તેના બેટને લાગ્યો ન હતો.

લાસ્ટ ઓવરમાં નો-બોલનો વિવાદ આરસીબીની ઈનિંગની છેલ્લી ઓવરમાં નો-બોલ કોલને લઈને પણ વિવાદ થયો હતો.  આકાશ મધવાલે તે ઓવરમાં બીજી બોલ ફુલટોસ ફેંકી, જેને ઓનફિલ્ડ અમ્પાયર દ્વારા લીગલ બોલ ગણવામાં આવ્યો હતો. 

બેટ્સમેન દિનેશ કાર્તિકનું માનવું હતું કે, તે નો-બોલ છે, તેથી તેણે રિવ્યુ લીધો. એવું લાગતું હતું કે, થર્ડ અમ્પાયર બેટ્સમેનની તરફેણમાં નિર્ણય આપશે કારણ કે, બોલ કમરથી થોડો ઉપર હતો. જોકે ત્રીજા અમ્પાયરે બોલરના પક્ષમા ચુકાદો આપ્યો હતો. વિરાટ કોહલી પણ આ નિર્ણયથી ડગઆઉટમાં નાખુશ જોવા મળ્યો અને નિર્ણય પર આશ્ચર્ય વ્યક્ત કર્યું.

આ મેચ દરમિયાન એક સમયે, મેદાન પરના અમ્પાયરે આરસીબીના ખાતામાં ચાર રન આપ્યા ન હતા. ત્યારબાદ રિપ્લેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના ફિલ્ડર આકાશ માધવાલનો હાથ બાઉન્ડ્રીને સ્પર્શી રહ્યો હતો, તે જ સમયે બોલ પણ તેના શરીરના સંપર્કમાં આવી રહ્યો હતો. પરંતુ તેમ છતાં અમ્પાયરે ફોરનો સંકેત આપ્યો ન હતો.

મુંબઈ ઈન્ડિયન્સની ઈનિંગની પ્રથમ ઓવરમાં અમ્પાયરે ભૂલ કરી હતી. તે ઓવરમાં ઝડપી બોલર રીસ ટોપલીનો બીજો બોલ વાઈડ લાઈનની અંદરથી પસાર થયો હતો, પરંતુ મેદાન પરના અમ્પાયરે બોલને વાઈડ જાહેર કર્યો હતો. રિપ્લે જોયા પછી એવું લાગ્યું કે આ બોલને વાઈડ આપવો યોગ્ય નથી.


Google NewsGoogle News