VIDEO: મેચમાં સરફરાઝે કરી મોટી ભૂલ, બેટરે ફરિયાદ કરતાં અમ્પાયરે રોહિતને બોલાવ્યો અને...
India vs New Zealand: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 3 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ મુંબઈમાં રમાઈ રહી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. જો કે, આ દરમિયાન અમ્પાયરે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને સરફરાઝ ખાનને કડક ચેતવણી આપી છે. તો જાણીએ શું છે સમગ્ર મામલો....
સરફરાઝ ખાન બેટરને પરેશાન કરતો હતો!
ભારતીય ખેલાડી સરફરાઝ ખાન લેગ સિલી પોઈન્ટ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તે શબ્દોથી બેટિંગ કરી રહેલા ડેરિલ મિશેલને સતત પરેશાન કરી રહ્યો હતો. મિશેલે આ અંગે અમ્પાયરને ફરિયાદ કરી હતી. અપ્યાયરે મેચની 31મી ઓવરની પૂર્ણ થયા પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માને સરફરાઝ ખાન અંગે ફરિયાદ કરી હતી. ત્યારબાદ રોહિત શર્માએ સરફરાઝને સમજાવ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાંચો: Video: બેટ ફટકાર્યું નહીં, છતાં એક બોલમાં ટીમને મળ્યા 10 રન! આફ્રિકા-બાંગ્લાદેશ મેચમાં ગજબ ડ્રામા
ટોસ જીત્યા બાદ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો
ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડ ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. ટીમને સારી શરૂઆત મળી શકી નથી. ટોમ લાથમ અને ડેવોન કોનવે પ્રથમ વિકેટ માટે 15 રનની ભાગીદારી કરી શક્યા હતા. લાથમે 28 અને કોનવે 4 રન બનાવ્યા હતા. ત્રીજા નંબર પર વિલ યંગે શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ રવિન્દ્ર જાડેજાએ તેને 71 રન પર આઉટ કર્યા હતા. રચિન રવિન્દ્ર પણ વધારે પ્રભાવિત કરી શક્યો ન હતો અને 5 રન પર પેવેલિયન પરત ફર્યો હતો.