યુગાન્ડા ક્રિકેટ ટીમના કેપ્ટન બ્રાયન મસાબાએ કેપ્ટનશિપથી રાજીનામું આપી દીધું
Image: Facebook
Brian Masaba: ટી20 વર્લ્ડ કપ 2024માં નિરાશાજનક પ્રદર્શન બાદ તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન કેન વિલિયમસને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. અત્યારે ચાહકો આ મોટા આઘાતમાંથી ઉભરી પણ આવ્યાં નથી કે એક અન્ય કેપ્ટને પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે. આ કોઈ અન્ય નહીં પણ યુગાન્ડા કિક્રેટ ટીમનો કેપ્ટન બ્રાયન મસાબા છે. 32 વર્ષીય મસાબાનું કહેવું છે કે તેણે આ મોટો નિર્ણય એકાએક લીધો નથી પરંતુ તે લાંબા સમયથી આ મામલે વિચાર કરી રહ્યો હતો.
ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમના નિરાશાજનક પ્રદર્શન બાદ તેણે પોતાના પદેથી રાજીનામું આપતાં કહ્યું, હું છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે વિચાર કરી રહ્યો હતો. યુગાન્ડા ક્રિકેટ ટીમની અધ્યક્ષતા કરવી માટા માટે સૌથી સન્માનજનક વાત રહી. ના માત્ર ટી20 વર્લ્ડ કપમાં પરંતુ છેલ્લા 5 વર્ષોમાં યુગાન્ડાની ટીમની અધ્યક્ષતા કરી રહ્યો હતો. કેપ્ટન તરીકે રહીને વ્યક્તિગત રીતે મારા જીવનમાં ખૂબ વિકાસ થયો છે. આ દરમિયાન મે કેવી રીતે લીડરશિપ કરવામાં આવે છે અને સાથે જ ત્યાગ ભાવનાને સારી રીતે શીખ્યો છું. આ બાબત જીવનભર મારા કામ આવશે.
બ્રાયન મસાબાનું ટી20 ક્રિકેટ કરિયર કેવું રહ્યું
બ્રાયન મસાબાએ અત્યાર સુધી કુલ 63 ટી20 મેચમાં હાજરી આપી છે. આ દરમિયાન તેમને 27 ઈનિંગમાં 16.20 ના સરેરાશથી 24 સફળતા મળી છે. બેટિંગ દરમિયાન તે આટલી જ મેચની 39 ઈનિંગમાં 16.88 ની સરેરાશથી 439 રન બનાવવામાં સફળ થયો છે. તેનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ બેટિંગ પ્રદર્શન 37 રનનું છે.