Get The App

રણજી ટ્રોફી : બિહારની બે ટીમો મુંબઈ સામે રમવા પહોંચતા હોબાળો, BCAના અધિકારીનું માથું ફોડી નાખ્યું

મોઈન ઉલ હક સ્ટેડિયમમાં વર્ષો પછી રણજી ટ્રોફીની મેચ રમાઈ રહી છે

Updated: Jan 6th, 2024


Google NewsGoogle News
રણજી ટ્રોફી : બિહારની બે ટીમો મુંબઈ સામે રમવા પહોંચતા હોબાળો, BCAના અધિકારીનું માથું ફોડી નાખ્યું 1 - image
Image:Social Media

Bihar vs Mumbai Ranji Trophy Match 2024 Controversy : બિહારના પટના ખાતે આવેલા મોઈન ઉલ હક સ્ટેડિયમમાં ગઈકાલે વર્ષો પછી રણજી ટ્રોફીની મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંબઈ અને બિહાર વચ્ચે રમાઈ રહેલી આ ક્રિકેટ મેચ જોવા પહેલા જ દિવસે દર્શકોની ભીડ જોવા મળી હતી. પરંતુ મેચથી વધુ ચર્ચા બિહાર ક્રિકેટ એસોસિયેશનના અંદરખાને ચાલી રહેલા વિવાદની હતી. મુંબઈ સામે મેચ રમવા બિહારની બે ટીમો મેદાનમાં પહોંચી હતી.

બિહારની બે ટીમો પહોંચી રણજી ટ્રોફી રમવા

બિહાર ક્રિકેટ એસોસિયેશને બે ટીમોની યાદી જાહેર કરી હતી. એક તરફ જ્યાં બિહાર ક્રિકેટ એસોસિયેશનના અધ્યક્ષ રાકેશ તિવારી દ્વારા એક ટીમ જાહેર કરવામાં આવી તો બીજી તરફ બરતરફ સચિવ અમિત કુમારે બીજી ટીમની યાદી જાહેર કરી હતી. હવે BCAની અંદર જ આ વિવાદ થવા લાગ્યો કે બંને ટીમોમાંથી કઈ ટીમ મુંબઈ સામે રમશે? સવારે BCAની બંને ટીમો સ્ટેડિયમની બહાર પહોંચી ગઈ હતી. જો કે પોલીસે કડકાઈથી સચિવ અમિત કુમાર દ્વારા જાહેર કરેલી ટીમને પરત મોકલી દીધી હતી.

BCAના OSD પર જીવલેણ હુમલો

જો કે થોડા સમય પછી કેટલાંક લોકોએ BCAના OSD મનોજ કુમાર પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમની સાથે મારપીટની ઘટના સામે આવી હતી. આ દરમિયાન કોઈએ તેમનું માથું ફોડી નાખ્યું હતું. આ ઘટના બાદ BCAએ કહ્યું કે તમામ ગુનેગારોની ઓળખ કરવામાં આવી રહી છે. ત્યારપછી તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે, જેથી આવી ઘટના ફરી ન બને.

રણજી ટ્રોફી : બિહારની બે ટીમો મુંબઈ સામે રમવા પહોંચતા હોબાળો, BCAના અધિકારીનું માથું ફોડી નાખ્યું 2 - image


Google NewsGoogle News