Get The App

ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓ મચાવી રહ્યા છે ધમાલ, આ બે સિનિયર ખેલાડીઓનું અસ્તિત્વ જોખમમાં

Updated: Jul 16th, 2024


Google NewsGoogle News
ટીમ ઈન્ડિયામાં યુવા ખેલાડીઓ મચાવી રહ્યા છે ધમાલ, આ બે સિનિયર ખેલાડીઓનું અસ્તિત્વ જોખમમાં 1 - image


Indian Cricket:  ભારતીય ક્રિકેટ ટીમમાં સતત કોઈને કોઈ ખેલાડી ડેબ્યૂ કરી રહ્યો છે. યુવા ખેલાડીઓના ડેબ્યૂ અને શાનદાર પ્રદર્શનથી સીનિયર ખેલાડીઓના ટીમમાંથી પત્તુ કપાવાના ચાન્સ વધી જાય છે. ખાસ કરીને એ લોકો માટે જેઓ ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. એવા જ બે ભારતીય ક્રિકેટર છે જેઓ એક સમયે ટીમ ઈન્ડિયાની બેકબોન હતા પરંતુ હવે તક મળવી તો દૂર તેઓ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની અણી પર છે. આવો જાણીએ આ બે ક્રિકેટર્સ વિશે.

શિખર ધવન

એક સમયે ટીમ ઈન્ડિયા માટે મેચ વિનરની ભૂમિકા ભજવનાર આ દમદાર ઓપનર એક તક માટે તરસી ગયા છે. 38 વર્ષીય શિખર ધવનને 2022થી કોઈપણ ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાની જર્સી પહેરવાની તક નથી મળી. 2011માં T20 ફોર્મેટમાં ધવને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને ભારતને એકલાના દમ પર ઘણી મેચ જીતાડી. વનડેમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરતા અનેક રેકોર્ડ પાર્ટનરશિપ પણ નિભાવી. પરંતુ હવે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભાગ્યે જ તક મળી શકે છે. ટેસ્ટમાં ધવને 7 સદી અને 5 અડધી સદીની મદદથી 2315 રન બનાવ્યા છે. તેણે વનડેમાં 17 સદી અને 39 અડધી સદીની મદદથી 6793 રન બનાવ્યા છે. બીજી તરફ T20માં 1759 રન છે જેમાં 11 અડધી સદી પણ સામેલ છે. 2022માં તે છેલ્લી વખત ભારત માટે વનડે મેચ રમતા રમતા નજર આવ્યો હતો.

ભુવનેશ્વર કુમાર 

2012માં T20 ફોર્મેટથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પ્રવેશેલા આ ફાસ્ટ બોલરે ભારતને ઘણી મેચો જીતાડી હતી પરંતુ હવે તેને ટીમમાં સ્થાન નથી મળી રહ્યું. સાઉથ આફ્રિકા સામે 2022માં રમાયેલી વનડે મેચ બાદથી અત્યાર સુધી તેને કોઈપણ ફોર્મેટમાં સ્થાન નથી મળ્યું. આ ફાસ્ટ બોલરના નામે ટી20 અને વનડેમાં પણ 5 વિકેટ છે. ટેસ્ટમાં ભુવનેશ્વરે 63 વિકેટ ઝડપી હતી. તેણે વનડેમાં 141 અને T20માં 90 વિકેટ ઝડપી છે. તે પોતાની સટીક લાઈન-લેન્થથી બેટ્સમેનોમાં ડર પેદા કરવામાં માહિર છે.

IPLમાં સતત રમી રહ્યા

આ બંને અનુભવી ક્રિકેટર્સ IPLમાં સતત રમી રહ્યા છે. શિખર ધવન IPL 2024માં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો. બીજી તરફ ભુવનેશ્વર કુમાર IPL 2024માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતો નજર આવ્યો હતો, આ ટીમ ફાઈનલ સુધી પહોંચવામાં સફળ રહી હતી. ધવન IPLમાં બીજો સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. વિરાટ કોહલી (8004 રન) બાદ તેના 6769 રન છે. ભુવનેશ્વર કુમાર IPLમાં ચોથો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેના નામે 181 વિકેટ છે. 


Google NewsGoogle News