ઓસ્ટ્રેલિયાના ખેલાડીએ અમેરિકામાં મચાવ્યું તોફાન, 33 બોલમાં 54 રન ફટકાર્યા, બનાવ્યા ત્રણ રેકો
IANS: File Photo |
Major League Cricket,Travis head Excellent Performance: અમેરિકા ખાતે યોજાઈ રહેલી મેજર ક્રિકેટ લીગમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડી ટ્રેવિસ હેડ તોફાની બેટિંગ કરી પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી. 16 જુલાઈએ વોશિંગ્ટન ફ્રીડમ અને મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂયોર્ક વચ્ચે રમાયેલી મેચમાં વોશિંગ્ટન ફ્રીડમ વતી રમતા ટ્રેવિસ હેડે તોફાની ઈનિંગ રમી હતી. આ સમયગાળા દરમિયાન તેણે ત્રણ મોટા રેકોર્ડ પણ તોડ્યા હતા.
ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કરતા 54 રન ફટકાર્યા
વોશિંગ્ટન ફ્રીડમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 182 રન બનાવ્યા હતા. વિશાળ લક્ષ્યનો પીછો કરતા વોશિંગ્ટન ફ્રીડમના ઓપનર ટ્રેવિસ હેડે તોફાની બેટિંગ કરતા 33 બોલમાં 54 રન ફટકાર્યા હતા. હેડે 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. પરંતુ આ 2 છગ્ગા રેકોર્ડ બનાવવા માટે પૂરતા હતા.
10 છગ્ગા ફટકારી સ્ટીવ સ્મિથનો રેકોર્ડ તોડ્યો
મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂયોર્ક સામેની ઈનિંગ દરમિયાન બે છગ્ગા ફટકારવાની સાથે જ હેડ તેની MLCમાં વોશિંગ્ટન ફ્રીડમ માટે T20માં સૌથી વધુ 10 છગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે. તેણે આ મામલે સ્ટીવ સ્મિથનો 8 છગ્ગા મારવાનો રેકોર્ડ તોડી નાખ્યો.
આ પણ વાંચો: VIDEO: ટીમ ઈન્ડિયાનો કોચ બન્યા બાદ KKRને યાદ કરીને ભાવુક થયો ગંભીર, ઈમોશનલ પોસ્ટ શેર કરી
એક ઇનિંગમાં બાઉન્ડ્રીથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ
ટ્રેવિસ હેડે 33 બોલમાં 54 રનની ઈનિંગ રમતા 11 ચોગ્ગા અને 2 છગ્ગા મારીને 48 રન બનાવ્યા હતા. T20ની એક ઇનિંગમાં બાઉન્ડ્રીથી સૌથી વધુ રન કરવામાં હેડે વોશિંગ્ટન ફ્રીડમ માટે પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો.
સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડને તોડ્યો
ટ્રેવિસ હેડે મુંબઈ ઈન્ડિયન્સ ન્યૂયોર્ક સામેની મેચમાં એન્ડ્રીસ ગૂજ સાથે મળીને 73 રનની ભાગીદારી કરી હતી. જે T20માં વોશિંગ્ટન ફ્રીડમ ટીમ માટે બીજી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી છે. તેણે અગાઉ સ્ટીવ સ્મિથ અને એન્ડ્રીસ ગૂજની 52 રનની ભાગીદારીનો રેકોર્ડને તોડ્યો હતો.
આ પણ વાંચો: રોહિત બાદ હવે સ્ટાર ગુજરાતી ક્રિકેટર જ બનશે ટી20માં ભારતનો કેપ્ટન, વન-ડેથી રહી શકે છે બહાર