World Cup 2023 : ન્યુઝીલેન્ડ સામે ટ્રેવિસ હેડે 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી, કુસલ મેંડિસની બરોબરી કરી

શ્રીલંકાના કુસલ મેંડિસે પાકિસ્તાન સામે વર્લ્ડ કપ ઈતિહાસની ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારી હતી

Updated: Oct 28th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : ન્યુઝીલેન્ડ સામે ટ્રેવિસ હેડે 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી, કુસલ મેંડિસની બરોબરી કરી 1 - image
Image:IANS

World Cup 2023 AUS vs NZ : ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે ધર્મશાલામાં ODI World Cup 2023ની 27મી મેચ રમાઈ રહી છે. ODI World Cup 2023માં પ્રથમ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયાના ઓપનર ટ્રેવિસ હેડે આવતાની સાથે જ રેકોર્ડ બનાવી દીધો છે. ODI World Cupમાં ફાસ્ટેસ્ટ ફિફ્ટી ફટકારવા(Travis Head Hits Fastest Fifty In ODI World Cup)ની લીસ્ટમાં તેણે શ્રીલંકાના કુસલ મેંડિસની બરોબરી કરી લીધી છે. તે આ લીસ્ટમાં કુસલ મેંડિસ સાથે ટોપ પર છે.

ટ્રેવિસ હેડે માત્ર 25 બોલમાં ફિફ્ટી ફટકારી

ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટે આજે ન્યુઝીલેન્ડ સામેની મેચમાં કેમરન ગ્રીનના સ્થાને ટ્રેવિસ હેડને તક આપી હતી. ટ્રેવિસ હેડને વોર્નર સાથે ઓપનિંગ કરવા મોકલવામાં આવ્યો હતો. મેનેજમેન્ટનો આ નિર્ણય ટીમ માટે ખુબ જ સારો સાબિત થયો અને વોર્નર સાથે હેડે આક્રમક બેટિંગ શરૂ કરી હતી. પરિણામ એ આવ્યું કે ટ્રેવિસ હેડે માત્ર 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી દીધી. ડેવિડ વોર્નરે પણ આ મેચમાં પોતાની ફિફ્ટી પૂરી કરવા માટે માત્ર 28 બોલ રમ્યા હતા.

ઈજાના કારણે ટીમની બહાર રાખવામાં આવ્યો

ટ્રેવિસ હેડને ગયા મહિને ઈજા થઈ હતી. જેના કારણે તેને એક મહિના સુધી ટીમની બહાર રાખવામાં આવ્યો હતો. તે ઓસ્ટ્રેલિયન ટીમ સાથે ભારત પણ આવ્યો ન હતો. તે થોડા દિવસ પહેલા જ ભારત આવ્યો હતો. છેલ્લી મેચમાં પણ તે રમે તેવી સંભાવના હતી પરંતુ ટીમ મેનેજમેન્ટે તેને ભારતીય પરિસ્થિતિઓને અનુરૂપ થવા માટે સમય આપવાનો નિર્ણય કર્યો અને તેને પ્લેઇંગ-11માં સામેલ કર્યો ન હતો. આજે જ્યારે તેને ન્યુઝીલેન્ડ સામે મેદાનમાં ઉતારવામાં આવ્યો ત્યારે તેણે પોતાની તોફાની બેટિંગથી તબાહી મચાવી હતી.

World Cup 2023 : ન્યુઝીલેન્ડ સામે ટ્રેવિસ હેડે 25 બોલમાં ફિફ્ટી પૂરી કરી, કુસલ મેંડિસની બરોબરી કરી 2 - image


Google NewsGoogle News