Get The App

IND vs AUS: ભારત વિરુદ્ધ ટ્રેવિસ હેડનો કીર્તિમાન, 147 વર્ષના ઈતિહાસમાં આવો રેકૉર્ડ બનાવનારો પ્રથમ બેટર

Updated: Dec 15th, 2024


Google NewsGoogle News
Travis Head


Travis Head: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી મેચ ગાબા મેદાન પર રમાઈ રહી છે. આ મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મેચના પહેલા દિવસે વરસાદ સૌથી મોટો વિલન રહ્યો અને માત્ર 13.2 ઓવર જ રમાઈ શકી હતી. 

બીજા દિવસે જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના બેટરને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. પરંતુ આ પછી ટ્રેવિસ હેડ અને સ્ટીવ સ્મિથ ક્રિઝ પર ટકી રહ્યા અને ઓસ્ટ્રેલિયન ટીમને કોઈ ઝટકો લાગવા દીધો નહીં. હેડે જોરદાર સેન્ચુરી ફટકાર્યા બાદ પીએન ક્રિઝ પર રમી રહ્યો છે. 

ઓસ્ટ્રેલિયન ટીમને  સંકટમાંથી ઉગારી

ટ્રેવિસ હેડે ઇનિંગ્સની શરૂઆતથી જ શાનદાર બેટિંગ કરી હતી અને ભારતીય બોલરોને  હંફાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં આ તેની 9મી સેન્ચુરી છે. તેની સેન્ચુરીના કારણે જ ઓસ્ટ્રેલિયા બે વિકેટ ગુમાવ્યા બાદ સંકટમાંથી બહાર આવી શક્યું હતું.

ભારત સામે ત્રીજી સેન્ચુરી ફટકારી

ટ્રેવિસ હેડનું બેટ ભારત સામે ખૂબ ચાલે અને ઘણા રન બનાવે છે.  ટીમ ઈન્ડિયા સામે આ તેની એકંદરે ત્રીજી સેન્ચુરી છે. તેણે ભારત સામે અત્યાર સુધીમાં 13 ટેસ્ટ મેચમાં કુલ 163 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સેન્ચુરી અને ચાર ફિફ્ટી સામેલ છે.

સેન્ચુરી ફટકારી કરી કમાલ 

ટ્રેવિસ હેડ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એવો પ્રથમ  ખેલાડી છે જેણે ટેસ્ટની બંને ઇનિંગ્સમાં પ્રથમ બોલ પર શૂન્ય પર આઉટ થયો હોય અને તે જ વર્ષમાં એ જ ગ્રાઉન્ડ પર સેન્ચુરી ફટકારી હોય. આ પહેલા આવું કોઈ બેટરે કર્યું નથી. 

ટ્રેવિસ હેડ જાન્યુઆરી 2024માં બ્રિસ્બેનના ગાબા મેદાન પર વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટમાં બંને દાવમાં શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે હવે ડિસેમ્બર 2024માં ટ્રેવિસ હેડે બ્રિસ્બેનના ગાબા મેદાનમાં જ  ભારત સામે સેન્ચુરી ફટકારી છે. અત્યાર સુધીમાં તેણે ગાબાના મેદાનમાં બે સેન્ચુરી સહિત કુલ 452 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: VIDEO: 'નૈનો મેં સપના સપનોં મેં સજના..' દિગ્ગજ ક્રિકેટરને જોતાં જ કોહલી ડાન્સ કરવા લાગ્યો

હેડે વર્ષ 2018માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું

ટ્રેવિસ હેડે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. છેલ્લા કેટલાક વર્ષોમાં તેના પ્રદર્શનમાં સુધારો થયો છે. અત્યાર સુધીમાં તેણે 52 ટેસ્ટ મેચમાં કુલ 3533 રન બનાવ્યા છે.


Google NewsGoogle News