IPLમાં જોવા મળશે 5 સૌથી વધુ ઉંમરના ખેલાડીઓ, નંબર એક પર MS ધોની

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
IPLમાં જોવા મળશે 5 સૌથી વધુ ઉંમરના ખેલાડીઓ, નંબર એક પર MS ધોની 1 - image


નવી દિલ્હી,તા. 20 માર્ચ 2024, બુધવાર 

IPL 2024 : આઈપીએલ શરુ થવાની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. ત્યારે સૌની નજર પોતાની ફેવરિટ ટીમ પર તો રહેશે જ સાથે આઈપીએલમાં ડેબ્યુ કરનારા ખેલાડી પર પણ નજર રહેશે. આ સિઝનની પ્રથમ મેચ CSK અને RCB વચ્ચે રમાશે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. 

ત્યારે એક નજર IPLમાં સૌથી વધુ ઉંમર ધરાવતા ખેલાડીઓ પર 

IPL મા ઘણા ખેલાડીઓ તમને એવા પણ જોવા મળશે જેમની ઉમર 40 વર્ષથી વધુ છે,તો ઘણા ખેલાડીઓ 40 વર્ષને પાર કરી ચૂક્યાં છે. 

મહેન્દ્ર સિંહ ધોની IPL મા સૌથી વધુ ઉંમર ધરાવનાર ખેલાડી છે. ચેન્નાઇ સુપર કિંગ્સને 5 વાર IPL ની ટ્રોપી જીતનાર ધોનીની ઉમર 42 વર્ષ છે. ધોની 7 જુલાઇના રોજ 43 વર્ષના થઇ જશે. 

ઓપનિંગ મુકાબલામા રમવા ઉતરનાર રૉયલ ચેલેન્ઝર્સના બેંગલુરુના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની ઉમર  39 વર્ષ 251 દિવસ છે. 

IPL ના ઓપનિંગ મુકાબલામા RCB ની ટીમના દિનેશ કાર્તિકની ઉમર પણ 38 વર્ષ 293 દિવસ છે.

IPLમાં જોવા મળશે 5 સૌથી વધુ ઉંમરના ખેલાડીઓ, નંબર એક પર MS ધોની 2 - image

મુંબઇ ઇન્ડિયન્સે પોતાના ટીમમા આ વખતે અફઘાનિસ્તાનના મોહમ્મદ નબીને સામેલ કર્યા છે. જે ફિલહાલ 39 વર્ષ 79 દિવસના છે.

IPL ના ઇતિહાસમાં સૌથી વધુ ઉમર સુધી મેચ રમનાર ખેલાડી બ્રેંડ હોગ છે, જેમની ઉમર 45 વર્ષ 3 મહિના છે. આ ખેલાડીએ કોલકાતા નાઇટરાઇડર્સ માટે મેચ 8 મે 2016મા રમ્યા હતા. IPL મેચમા સૌથી વધુ ઉમરમા ડબ્યુ કરનાર ખેલાડી રાજસ્થાન રોયલ્સના પ્રવીણ તામ્બે છે. જેમની ઉમર 41 વર્ષ 6 મહિના 29 દિવસની છે જે દિલ્હી કેપિટ્લ્સ વિરુદ્વ 7 મે 2013 ના રોજ રમવા ઉતર્યા હતા. તો ગુજરાત ટાઇટન્સના વિકેટકિપર ઋદ્વિમાન સાહા પણ 40 વર્ષની આસપાસ છે.


Google NewsGoogle News