Get The App

T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બૉલર? રાશિદ ખાને બનાવ્યો 'ચમત્કારી' વર્લ્ડ રેકૉર્ડ

Updated: Feb 5th, 2025


Google NewsGoogle News
T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બૉલર? રાશિદ ખાને બનાવ્યો 'ચમત્કારી' વર્લ્ડ રેકૉર્ડ 1 - image

Top 5 bowlers with the most wickets in T20 cricket : હાલમાં T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ પાંચ બોલરોની યાદીમાં વેસ્ટ ઇન્ડીઝના બે ખેલાડીઓ સામેલ છે. આ યાદીમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો સ્પીનર રાશિદ ખાન ટોચના સ્થાન પર છે. પરંતુ અહી આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એક ભારતીય ખેલાડીનું નામ સામેલ નથી.   

રાશિદ ખાન

અફઘાનિસ્તાનનો જાદુઈ સ્પીનર SA20 (sponsorship reasons) ટુર્નામેન્ટમાં શાનદાર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એમઆઈ કેપ ટાઉનની ટીમનો ભાગ રેહેલા રાશિદે પાર્લ રોયલ્સ સામે બે વિકેટ ઝડપીને તે T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ખેલાડી બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 461 T20 મેચોમાં 633 વિકેટ ઝડપી છે. જેમાં તેની સરેરાશ 18.07 રહી છે. તેણે ડ્વેન બ્રાવોની પાછળ છોડીને આ ઈતિહાસ રચ્યો હતો.        

ડ્વેન બ્રાવો

વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ T20 ક્રિકેટમાં 24.40ની સરેરાશ સાથે 582 વિકેટ ઝડપી હતી. તેણે વર્ષ 2006 અને 2024 સુધીમાં કુલ 546 T20 મેચ રમી હતી.

સુનિલ નારાયણ

આ યાદીમાં વેસ્ટ ઇન્ડીઝનો સ્પીનર સુનિલ નારાયણ ત્રીજા સ્થાન પર છે. તેણે અત્યાર સુધીમાં 536 T20 મેચોમાં 21.60ની સરેરાશથી 574 વિકેટ ઝડપી હતી. તે IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) તરફથી રમે છે.     

ઇમરાન તાહિર

દક્ષિણ આફ્રિકાનો સ્પીનર ઇમરાન તાહિર અત્યાર સુધીમાં T20 ક્રિકેટમાં 531 વિકેટ પોતાની નામે કરી ચૂક્યો છે. આ સિવાય તેણે T20 ફોર્મેટમાં અત્યાર સુધીમાં 428 મેચ રમાયા હતા. જેમાં તેની 19.99ની સરેરાશ રહી હતી. 46 વર્ષનો થયો હોવા છતાં હાલ તાહિર સક્રિય ખેલાડી છે.          

આ પણ વાંચો : અભિષેક શર્માએ ICC T20I રેન્કિંગમાં ઉથલપાથલ મચાવી, ટોપ-10 હવે 3 ભારતીય બેટર

શાકિબ અલ હસન

બંગ્લાદેશનો અનુભવી ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પાંચમાં સ્થાને પહોંચી ગયો છે. તેણે 444 T20 મેચમાં 492 વિકેટ ઝડપી છે. આ દરમિયાન શાકિબની સરેરાશ 21.49 રહી હતી.T20 ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા ટોપ-5 બૉલર? રાશિદ ખાને બનાવ્યો 'ચમત્કારી' વર્લ્ડ રેકૉર્ડ 2 - image


  


Google NewsGoogle News