આઇપીએલમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા ટોપ-5 બેટર, વિરાટ કોહલી જ અસલ 'કિંગ'
IPL 2025: IPL 2025ની અત્યાર સુધી 47 મેચ રમાઈ ચૂકી છે. સોમવારે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મેચ છે. અત્યાર સુધીમાં 23 બેટ્સમેનોએ 2 કે તેથી વધુ ફિફ્ટી ફટકારી છે. વિરાટ કોહલી તો શાનદાર ફોર્મમાં છે. IPL 2025માં અત્યાર સુધી સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં વિરાટ કોહલી ટોપ પર છે. ચાલો જોઈએ આ સિઝનમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા ટોપ-5 બેટર વિશે.
વિરાટ કોહલી
IPL 2025માં અત્યાર સુધી સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં RCBનો વિરાટ કોહલી ટોપ પર છે. તેણે રવિવારે દિલ્હી કેપિટલ્સ સામે ફિફ્ટી ફટકારી હતી, જે આ સિઝનમાં તેની છઠ્ઠી ફિફ્ટી છે. કોહલીએ અત્યાર સુધી 10 મેચમાં 443 રન બનાવ્યા છે અને સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનોમાં પણ ટોપ પર છે, એટલે કે તે ઓરેન્જ કેપની રેસમાં સૌથી આગળ છે.
બી સાઈ સુદર્શન
ગુજરાત ટાઇટન્સનો બી સાઈ સુદર્શન IPL 2025માં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં બીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 8 મેચમાં 5 ફિફ્ટી સહિત 417 રન બનાવ્યા છે.
મિચેલ માર્શ
આ યાદીમાં લખનઉ સુપર જાયન્ટ્સનો મિચેલ માર્શ ત્રીજા નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 4 ફિફ્ટી ફટકારી છે. માર્શે 9 મેચ રમી છે અને અત્યાર સુધીમાં 378 રન બનાવ્યા છે.
આ પણ વાંચો: LSGના 27 કરોડ પાણીમાં... રિષભ પંત જ બન્યો માથાનો દુઃખાવો, બેટિંગ-કેપ્ટન્સીમાં ફ્લોપ
યશસ્વી જયસ્વાલ
IPLની આ સિઝનમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં રાજસ્થાન રોયલ્સનો યશસ્વી જયસ્વાલ ચોથા નંબર પર છે. તેણે પણ 9 મેચમાં 4 ફિફ્ટી ફટકારી છે. તેણે અત્યાર સુધીમાં 356 રન બનાવ્યા છે.
નિકોલસ પૂરન
IPL 2025માં સૌથી વધુ ફિફ્ટી ફટકારવાના મામલે લખનઉ સુપર જાયન્ટ્સનો નિકોલસ પૂરન પાંચમાં નંબર પર છે. તેણે અત્યાર સુધીમાં 10 મેચમાં 4 ફિફ્ટીની સાથે 404 રન બનાવ્યા છે.
એડન માર્કરમ
લખનઉ સુપર જાયન્ટ્સનો જ બેટ્સમેન એડન માર્કરમે અત્યાર સુધીમાં 10 મેચમાં 4 ફિફ્ટી ફટકારી છે. તેણે IPL 2025માં અત્યાર સુધીમાં 335 રન બનાવ્યા છે. આ સિઝનમાં સૌથી વધુ ફિફ્ટી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં તે છઠ્ઠા નંબર પર છે. જોકે, યાદીમાં ત્રીજા નંબરથી છઠ્ઠા નંબર સુધીના તમામ બેટ્સમેનોએ 4 અડધી સદી ફટકારી છે. મેચની ઓછી સંખ્યા અને અત્યાર સુધી બનાવેલા તેમના રનના આધારે તેમની રેન્કિંગ કરવામાં આવી છે.