શું ખરેખર ધોનીએ ટીવીમાં મુક્કો માર્યો હતો? CSKના ફિલ્ડિંગ કોચે હરભજનસિંહની વાત ખોટી ગણાવી
Tommy Simsek On MS Dhoni : ગત IPL 2024 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ(CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચેની એક રસાકસી વાળી મેચમાં CSKને હારનો સામનો કરવો પડ્યો હતો. મહેન્દ્ર સિંહ ધોની છેલ્લી ઓવરમાં 17 રન બનાવી શક્યો ન હતો. મેચ હાર્યા બાદ દાવો કરવામાં આવ્યો હતો કે ધોનીએ RCBના ખેલાડીઓ સાથે હાથ પણ મિલાવ્યો ન હતો.
એ સમયે દાવો કરાયો હતો કે, ધોનીએ ડ્રેસિંગ રૂમમાં રાખેલા ટીવીને મુક્કો મારીને તોડી નાખ્યું હતું. હવે આ ઘટનાને લઈને ચેન્નાઈ ટીમના ફિલ્ડિંગ કોચ ટોમી સિમસેકે આ દાવાને ખોટા ગણાવ્યા છે. ચેન્નાઈની ટીમ બેંગ્લોર સામે હાર્યા બાદ IPL 2024માંથી બહાર થઈ ગઈ હતી. સિમસેકે કહ્યું હતું કે, મેં IPLની કોઈ મેચ દરમિયાન ધોનીને આવું કંઈ પણ કરતા જોયો નથી.
જ્યારે સોશિયલ મીડિયામાં આ સવાલ ઉઠાવવામાં આવ્યો ત્યારે સિમસેકે આ ઘટનાને ફેક ન્યૂઝ ગણાવી હતી. આ મેચમાં ધોનીએ 13 બોલમાં 25 રન બનાવ્યા હતા. હાલમાં જ ભારતીય ટીમના ભૂતપૂર્વ ખેલાડી હરભજન સિંહે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, જ્યારે ધોની મેદાનની બહાર ગયો ત્યારે તેણે ડ્રેસિંગ રૂમમાં રહેલા ટીવીને તોડી નાખ્યું હતું.