Get The App

ફૂટબોલ ટીમનો કેપ્ટન ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો, હાર્ટ એટેક આવતા રેફરીએ મેચ રદ્દ કરવાનો કર્યો નિર્ણય

જે સમયે હાર્ટ એટેક આવ્યો તે સમયે મેચ 1-1ની સરસાઈ પર હતી

મેચ રદ્દ થયા બાદ પણ દર્શકો સ્ટેડિયમમાં હાજર હતા

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
ફૂટબોલ ટીમનો કેપ્ટન ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો, હાર્ટ એટેક આવતા રેફરીએ મેચ રદ્દ કરવાનો કર્યો નિર્ણય 1 - image
Image:FilePhoto

Tom Lockyer Suffer Cardiac Arrest During Match : ઇંગ્લેન્ડની લોકપ્રિય અને જાણીતી ફૂટબોલ લીગ ઇંગ્લિશ પ્રીમિયર લીગ 2023માં શુક્રવારના રોજ બોર્નમાઉથ અને લ્યુટન વચ્ચે રમાયેલી મેચ શરૂ થઈ શકી પરંતુ સમાપ્ત થઈ શકી નહીં. મેચ દરમિયાન લ્યુટનના કેપ્ટનને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.

બીજી વખત મેદાન પર આવ્યો હાર્ટ એટેક

લ્યુટનના કેપ્ટન ટોમ લોકયરને આ વર્ષે બીજી વખત હાર્ટ એટેક આવવાના કારણે તે મેદાન પર જ ઢળી પડ્યો હતો. આવી સ્થિતિમાં બોર્નમાઉથમાં રમાઈ રહેલી આ મેચ રદ્દ કરવામાં આવી હતી. લ્યુટને જણાવ્યું કે લોકયરને તરત જ હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. એ મેચની 59મી મિનિટે મેદાન પર ઢળી પડ્યો હતો. બંને ટીમોના ખેલાડીઓ અને લ્યુટનના કોચ રોબ એડવર્ડ્સ તરત જ તેની પાસે પહોંચી ગયા હતા. ટોમને મેદાન પર જ પ્રાથમિક ઉપચાર આપવામાં આવ્યો હતો તે પછી તેણે સ્ટ્રેચર પર મેદાનની બહાર લઇ જવામાં આવ્યો હતો.

રેફરી સાઈમન હૂપરે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો

ટોમ લોકયરને જે સમયે હાર્ટ એટેક આવ્યો તે સમયે મેચ 1-1ની સરસાઈ પર હતી અને રેફરી સાઈમન હૂપરે મેચ રદ્દ કરવાનો નિર્ણય કર્યો. મેચ રદ્દ થયા બાદ પણ દર્શકો સ્ટેડિયમમાં હાજર હતા. તેઓ લોકયરના સમર્થનમાં નારા લગાવી રહ્યા હતા. લ્યુટને નિવેદનમાં કહ્યું, 'અમને બંને ટીમના ચાહકો માટે ખેદ છે, પરંતુ તેમના સાથી અને મિત્ર દ્વારા આ રીતે મેદાન છોડ્યા પછી, બંને ટીમના ખેલાડીઓ રમત ચાલુ રાખવાની સ્થિતિમાં ન હતા.' ટોમ લોકયર આ પહેલા મેં મહિનામાં વેમ્બલે સ્ટેડિયમમાં રમાઈ રહેલી એક મેચ દરમિયાન પણ ઢળી પડ્યો હતો. તેના હાર્ટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તે પછી તેને રમવાની અનુમતિ મળી ગઈ હતી.

ફૂટબોલ ટીમનો કેપ્ટન ગ્રાઉન્ડ પર જ ઢળી પડ્યો, હાર્ટ એટેક આવતા રેફરીએ મેચ રદ્દ કરવાનો કર્યો નિર્ણય 2 - image


Google NewsGoogle News