સ્વિડનના આર્માન્ડ ડુપ્લાન્ટિસને મેન્સ પોલ વોલ્ટમાં ગોલ્ડ મેડલ
- ડુપ્લાન્ટિસ ૦.૦૧ મીટરથી ઓલિમ્પિક રેકોર્ડ ચૂક્યો
- અમેરિકાના ક્રિસ્ટોફર નિલ્સૅનને સિલ્વર અને બ્રાઝિલના થિએગો બ્રાઝને બ્રોન્ઝ
ટોક્યો,
તા.૩
સ્વિડનના સુપરસ્ટાર પોલ વોલ્ટર અર્માન્ડ ડુપ્લાન્ટિસે ટોક્યો
ઓલિમ્પિકમાં મેન્સ પોલ વોલ્ટનો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. અમેરિકાના ટોચના પોલ વોલ્ટર
કેન્ડ્રિક્સને કોરોના થતાં તેને ઓલિમ્પિક છોડવા પડયા હતા. તેની ગેરહાજરીમાં ડુપ્લાન્ટિસે
આસાનીથી ૬.૦૨ મીટરની ઊંચાઈને સફળતાપૂર્વક પાર કરતાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
અલબત્ત તે ૨૦૧૬માં બ્રાઝિલના થિયાગો બ્રાઝે નોંધાવેલા ૬.૦૩ મીટરના ઓલિમ્પિક રેકોર્ડથી
૦.૦૧ મીટર દૂર રહ્યો હતો.
ડુપ્લાન્ટિસ તેણે ફેબુ્રઆરી, ૨૦૨૦માં નોંધાવેલા ૬.૧૮ મીટરના તેના વર્લ્ડ રેકોર્ડથી પણ
ઘણો દૂર રહ્યો હતો. અમેરિકાના ક્રિસ્ટોફર નિલ્સૅનને ૫.૯૭ મીટર સાથે સિલ્વર અને
બ્રાઝિલના બ્રાઝને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.