IPL 2025: ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું, શુભમન-સિરાજ મેચના હિરો
IPL 2025: આજે (6 એપ્રિલ) હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ગુજરાત ટાઈટન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું છે. ગુજરાતને ટોસ જીતીને હૈદરાબાદને બેટિંગ કરવાનું આમંત્રણ હતું. જેમાં હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતની ટીમે 16.4 ઓવરમાં 3 વિકેટના નુકસાને 153 રન બનાવીને જીત મેળવી છે. આઈપીએલ શરૂ થઈ ત્યારથી હૈદરાબાદની ટીમનું નિરાશાજનક પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ત્યારે ફરી એકવાર હૈદરાબાદની ટીમ હારી ગઈ છે.
હૈદરાબાદ ટીમનું ફરી નિરાશાજનક પ્રદર્શન
આજની મેચમાં પણ ટીમ કંઈ ખાસ સ્કોર બનાવી શકી નથી. આજે ટીમમાંથી નિતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 31 રન નોંધાવ્યા છે. જ્યારે હેનરિચ કાલસને 27 રન, ઈશાન કિશાને 17, અભિષેક શર્માએ 18, ટ્રેવિડ હેડે 8, અનિકેત શર્માએ 18 અને પેટ કમિન્સે અણનમ 22 રન નોંધાવ્યા છે.
સિરાજની 4 વિકેટ
ગુજરાત તરફથી મોહમ્મદ સિરાજે (Mohammed Siraj) સૌથી વધુ 4 વિકેટ ઝડપી છે. જ્યારે પ્રસિદ્ધ ક્રિષ્ના (Prasidh Krishna) અને સાંઈ કિશેરે (Sai Kishore) બે-બે વિકેટ ખેરવી છે.
ગુજરાત ટાઈટન્સની ઈનિંગ
સનરાઇઝર્સ હૈદરાબાદની ઈનિંગ
પોઈન્ટ ટેબલમાં ગુજરાત અને હૈદરાબાદની સ્થિતિ
IPL-2025માં ગુજરાતની ટીમે અત્યાર સુધીમાં કુલ ચાર મેચ રમી છે, જેમાં ત્રણમાં વિજય અને એકમાં પરાજય થયો છે. જ્યારે હૈદરાબાદની ટીમે કુલ પાંચ મેચો રમી છે, જેમાં તેણે માત્ર એકમાં જીત મેળવી છે, જ્યારે ચાર મેચમાં પરાજય થયો છે. આઈપીએલની શરૂઆતથી જ હૈદરાબાદની ટીમ હાલત કફોડી છે. પ્રથમ મેચમાં રાજસ્થાન સામે હૈદરાબાની જીત થઈ હતી. ત્યારબાદ બીજી મેચમાં હૈદરાબાદનો કોલકાતા સામે 80 રને પરાજય થયો હતો. ત્યારબાદ લખનઉએ હૈદરાબાદને સાત વિકેટે પરાજય આપ્યો હતો. પછી દિલ્હીની ટીમે પણ તેને સાત વિકેટે હરાવ્યું હતું. તે પછી પાંચમી મેચમાં ગુજરાતે સાત વિકેટથી હૈદરાબાદને હરાવ્યું હતું. આમ, હૈદરાબાદની ટીમ શરૂઆતથી જ નબળા પ્રદર્શન સાથે આગળ વધી રહી છે.
ગુજરાત ટાઈટન્સની પ્લેઈંગ-11
સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), રાહુલ તેવટિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, વોશિંગ્ટન સુંદર, સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસીદ કૃષ્ણ, ઇશાંત શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદની પ્લેઈંગ-11
ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઇશાન કિશન, નીતિશ રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, કામિન્દુ મેન્ડિસ, પેટ કમિન્સ, જીશાન અંસારી, જયદેવ ઉનડકટ, મોહમ્મદ શમી.
બંને ટીમોમાં એક-એક ફેરફાર
ગુજરાતની ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. અરશદ ખાનની જગ્યાએ વોશિંગ્ટન સુંદરને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે હૈદરાબાદમાં હર્ષલ પટેલની જગ્યાએ જયદેવ ઉનડકટને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે.