IPL 2025 KKR vs SRH : આજે કોલકાતા-હૈદરાબાદ વચ્ચેની મેચમાં ટોસ જીતનારને થશે ફાયદો, જાણો રેકોર્ડ અને પીચ રિપોર્ટ
IPL 2025 Kolkata KKR vs SRH Playing-11, Pitch Report, Record : આઈપીએલ-2025માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે મેચ રમાવાની છે. આ વખતની આઈપીએલમાં કોલકાતાની ટીમે કંગાળ દેખાવ કર્યો છે અને પોઈન્ટ ટેબલમાં તે છેલ્લા સ્થાને છે. જોકે બંને ટીમના રેકોર્ડ જોઈએ તો હૈદરાબાદ સામે કોલકાતાનું પલડું ભારે છે. અત્યાર સુધી બંને વચ્ચે રમાયેલી મેચોમાં સૌથી વધુ મેચો KKRએ જીતી છે.
પોઈન્ટ ટેબલમાં KKR છેલ્લા સ્થાને
IPL-2025ની વાત કરીએ તો કોલકાતાએ અત્યાર સુધી રમેલી કુલ ત્રણ મેચોમાંથી એકમાં જીત મેળવી છે અને બેમાં તેની હાર થઈ છે. જ્યારે હૈદરાબાદની ટીમે પણ ત્રણ મેચોમાંથી એકમાં જીત અને બેમાં હાર મેળવી છે. પોઈન્ટ ટેબલ મુજબ કેકેઆર બે પોઈન્સ સ્થાને છેલ્લા ક્રમાંકે છે, જ્યારે એસઆરએચ બે પોઈન્ટ સાથે આઠમાં ક્રમાંકે છે.
ઈડન ગાર્ડનનો પિચ રિપોર્ટ
કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમની પીચ બેટરો અને સ્પિનર બંને માટે અનુકુળ છે. આ પીચ પર મોટો સ્કોર થવાં છતાં બીજી ટીમને સ્કોર ચેજ કરવામાં સરળતા રહેશે. પિચ રિપોર્ટ મુજબ ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લઈ શકે છે.
આ પણ વાંચો : 4 ટેસ્ટ, 6 વન-ડે, 10 T20... ટીમ ઈન્ડિયા આ ત્રણ દેશો સામે રમશે મેચ, જુઓ ફુલ શેડ્યૂલ
રેકોર્ડ મુજબ કોલકાતાનું પલડું ભારે
હૈદરાબાદ અને કોલકાતાની ટીમના રેકોર્ડ જોઈએ તો બંને વચ્ચે અત્યાર સુધીમાં કુલ 28 મેચો રમાઈ છે, જેમાંથી KKRએ 19 તો SRH 9 મેચ જીત્યું છે. બીજીતફફ ઈડન ગાર્ડનના મેદાનમાં કેકેઆરને હરાવવું સરળ નથી. રેકોર્ડ મુજબ તેણે આ મેદાન પરની મોટાભાગની મેચો જીતી છે.
બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-11
KKR : અજિંક્ય રહાણે (કેપ્ટન), ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, સ્પેન્સર જોન્સન, હર્ષિત રાણા, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.
SRH : પેટ કમિન્સ (કેપ્ટન), ટ્રેવિસ હેડ, અભિષેક શર્મા, ઈશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન (વિકેટકીપર), અનિકેત વર્મા, અભિનવ મનોહર, ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, મોહમ્મદ શમી.
આ પણ વાંચો : IPL 2025: RCB એ જેને 'ઠુકરાવ્યો' એ જ બોલર ભારે પડ્યો, 3 વિકેટો ઝડપી બન્યો X ફેક્ટર