Get The App

World Cup 2023 : 'આજનું ક્રિકેટ ફ્રોડ છે...', વર્લ્ડ કપ વચ્ચે આવ્યું શોએબ અખ્તરનું ચોંકાવનાર નિવેદન

શોએબ અખ્તરે 163 વનડે મેચોમાં 247 વિકેટ ઝડપી છે

ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ બોલ ફેંકવાનો રેકોર્ડ શોએબ અખ્તરના નામે છે

Updated: Nov 11th, 2023


Google NewsGoogle News
World Cup 2023 : 'આજનું ક્રિકેટ ફ્રોડ છે...', વર્લ્ડ કપ વચ્ચે આવ્યું શોએબ અખ્તરનું ચોંકાવનાર નિવેદન 1 - image
Image:File Photo

World Cup 2023 : વર્લ્ડ કપ 2023માં લીગ મેચ સમાપ્ત થવા આવી છે. ODI World Cup 2023માં વિરાટ કોહલી, ગ્લેન મેકસવેલ અને ક્વિન્ટન ડી કોકે જેવા ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. મોટા ભાગની ટીમના બેટ્સમેનોએ એવા સમયે સદી ફટકારી છે જયારે ટીમ મુશ્કેલીમાં હતી. પરંતુ પાકિસ્તાન(Shoaib Akhtar Laments Two Ball Rule)ના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનું આ વિશે કંઇક બીજું જ માનવું છે. ODI World Cup 2023માં 25 ઓવર બાદ બોલ બદલવામાં આવે છે. જેના પર વાત કરતા શોએબ અખ્તરે કહ્યું હતું કે આજનું ક્રિકેટ ફ્રોડ છે. આજના ખેલાડીઓ સોફ્ટ બોલથી સદી નહીં ફટકારી શકે. હું સચિન તેંડુલકર અને ઈન્ઝમામનું સન્માન કરું છું કારણ કે તેઓ સોફ્ટ બોલથી સદી ફટકારતા હતા.

આજનું ક્રિકેટ ફ્રોડ છે - શોએબ અખ્તર

પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે એક શોમાં વાતચીત દરમિયાન કહ્યું હતું કે, 'આજનું ક્રિકેટ ફ્રોડ છે. આજકાલ કોઈ એક બોલથી સદી નથી ફટકારતું. શેન વોર્ન, વસીમ અકરમ, વકાર યુનિસ અને સકલેન મુશ્તાક જેવા ખેલાડીઓ સામે એક જ બોલમાં 100 કરી બતાવો. હું સચિન તેંડુલકર, ઇન્ઝમામ-ઉલ-હક અથવા જેક કાલિસનું સન્માન શા માટે કરું છું?'

મને કોઈની સફળતાની ઈર્ષ્યા નથી - શોએબ અખ્તર

અખ્તરે વધુમાં કહ્યું હતું કે, 'હવે સોફ્ટ બોલથી 50 ઓવરમાં 100 રન બનાવવાના છે. બહાર ફિલ્ડર પણ 6 જ ઉભા છે. તો આ કેવું ક્રિકેટ છે? હું એમ નથી કહેતો કે આજના ક્રિકેટરો ખરાબ રીતે રમી રહ્યા છે. હા, તે સારું રમી રહ્યો છે, પૈસા કમાઈ રહ્યા છે, તેમની ફેન ફોલોઈંગ વધી રહી છે. હું એવો  માણસ નથી કે મને કોઈની સફળતાની ઈર્ષ્યા થાય. પણ હું કહીશ કે એ જમાનામાં રમો.'

World Cup 2023 : 'આજનું ક્રિકેટ ફ્રોડ છે...', વર્લ્ડ કપ વચ્ચે આવ્યું શોએબ અખ્તરનું ચોંકાવનાર નિવેદન 2 - image


Google NewsGoogle News