VIDEO: 124 મીટરનો ગગનચુંબી છગ્ગો, મેદાનમાં બધાની નજર આકાશ તરફ જ ચોંટી
Shaqkere Parris Six: IPL પછી જો કોઈ લીગમાં સૌથી વધુ ખતરનાક બેટિંગ જોવા મળે છે તો તે કેરેબિયન પ્રીમિયર લીગ છે. CPL 2024માં ફરી એકવાર આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. આ લીગમાં ફરી એકવાર ક્લાસ અને પાવર હિટિંગનું ગજબ કૉમ્બિનેશન જોવા મળી રહ્યું છે. ક્રિકેટના ઇતિહાસમાં તમે એક પછી એક લાંબી સિક્સ મારતા ખેલાડીઓને જોયા હશે. આજે અમે તમને આવા જ એક સિક્સરનો વીડિયો બતાવવા જઈ રહ્યા છીએ.
CPL 2024 દરમિયાન, ટ્રિનબાગો નાઇટ રાઇડર્સના ઓપનિંગ બેટ્સમેન શકકેરે પેરિસે(Shaqkere Parris) 124 મીટર લાંબી સિક્સ મારીને બધાને ચોંકાવી દીધા છે. આ સિક્સર T20 ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લાંબી સિક્સરમાંથી એક છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ સિક્સર એવી હતી કે જોનારાની ગરદન જ લચકાઈ જાય તો નવાઈ નહીં.
ઇનિંગની ત્રીજી ઓવરમાં ગુડાકેશ મોતીના બોલ પર શકકેરે પેરિસે આ સિક્સર ફટકારી હતી. મોતીએ પેરિસના સ્લોટમાં બોલ આપ્યો અને આ કેરેબિયન બેટ્સમેને પોતાની તમામ તાકાતથી બોલને મિડ-વિકેટ અને લોંગ-ઓન વચ્ચે બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો. જો કે બોલ સ્ટેડિયમની બહાર ગયો ન હતો.
જો કે, ક્રિકેટ ઇતિહાસમાં સૌથી લાંબી સિક્સર હજુ પણ સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર એલ્બી મોર્કેલના નામે છે.
શકકેરે પેરિસ એક મીટરથી ચૂકી ગયો
ક્રિકેટના ઇતિહાસમાં સૌથી લાંબી સિક્સરની વાત કરીએ તો, આ મામલે એલ્બી મોર્કેલ સૌથી આગળ છે, જેણે 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતી વખતે 125 મીટર લાંબી સિક્સર ફટકારી હતી. હવે આ યાદીમાં શકકેરે પેરિસનું નામ પણ જોડાઈ ગયું છે. તેના સિવાય પ્રવીણ કુમારે પણ 124 મીટર લાંબી સિક્સ ફટકારી છે. એડમ ગિલક્રિસ્ટે પણ 122 મીટર લાંબી સિક્સર ફટકારી છે.
મેચની વાત કરીએ, CPL 2024ની 19મી મેચ ટ્રિનબાગો નાઇટ રાઇડર્સ અને ગુયાના અમેઝોન વોરિયર્સ(Guyana amazon warriors) વચ્ચે રમાઈ હતી. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુયાનાની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 148 રન બનાવ્યા હતા. જ્યારે TKR ટીમે આ સ્કોર 19.2 ઓવરમાં 5 વિકેટ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો. આન્દ્રે રસેલે 35 રન અને ટિમ ડેવિડે 31 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચો: વર્લ્ડ ક્રિકેટમાં હાલ 'સંન્યાસ'ની મજાક બનાવી દેવામાં આવી છે: રોહિત શર્મા