Get The App

માતા-પિતાએ કચરામાં ફેંકી, ભારતની 'લૈલા' કઈ રીતે બની ઑસ્ટ્રેલિયા ક્રિકેટની સુપરસ્ટાર!

Updated: Jun 1st, 2024


Google NewsGoogle News
માતા-પિતાએ કચરામાં ફેંકી, ભારતની 'લૈલા' કઈ રીતે બની ઑસ્ટ્રેલિયા ક્રિકેટની સુપરસ્ટાર! 1 - image


Image: Facebook

Lisa Sthalekar: એક છોકરી જેને માતા-પિતાએ અનાથાશ્રમની સામે એક કચરાપેટીમાં ફેંકી દીધી હતી, પછી ભવિષ્યમાં તે ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમની સુપરસ્ટાર બની. ભારતની લૈલાએ ઓસ્ટ્રેલિયામાં લિસા બનીને ક્રિકેટમાં અલગ જ ઓળખ બનાવી. આ ભારતીય મહિલા ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટન બની અને તેણે પોતાના સમયની નંબર ઓલરાઉન્ડર બનવાનો તાજ પણ પોતાના માથે સજાવ્યો. આ પૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટનનો જન્મ મહારાષ્ટ્રના પૂણેમાં થયો હતો.

ઓસ્ટ્રેલિયાની પૂર્વ દિગ્ગજ કેપ્ટન લિસા સ્થાલેકર ઓસ્ટ્રેલિયા ગયા પહેલા લિસાનું ભારતીય નામ લૈલા હતું, જે તેને અનાથાશ્રમમાં મળ્યું હતું. લૈલા એટલે કે લિસા સ્થાલેકર ભારત પહેલા અમેરિકા પહોંચી અને તે બાદ તેના પગલા ઓસ્ટ્રેલિયામાં પડ્યા. ઓસ્ટ્રેલિયામાં પહોંચ્યા બાદ તો તેણે ઈતિહાસના પાનામાં પોતાનું નામ નોંધાવી દીધું. 

રૂંવાડા ઊભા કરી દેનારી કહાની

લિસાનો જન્મ 13 ઓગસ્ટ 1979એ પૂણેમાં થયો હતો. તેના માતા-પિતા તેને પૂણેના શ્રીવત્સ અનાથાશ્રમની બહાર કચરાપેટીમાં ફેંકીને જતા રહ્યાં હતા. આ શ્રીવત્સ અનાથાશ્રમે ગુમનામ બાળકીને લૈલા નામ આપ્યું. ત્યાંથી ડો. હારેન અને તેમની પત્ની સૂ એ લૈલાને દત્તક લીધી અને પોતાની સાથે લઈને અમેરિકા જતાં રહ્યાં. ડો. હારેન ભારતીય મૂળના શખ્સ હતા અને તેમની પત્ની અંગ્રેજ હતી.

લિસાને દત્તક લીધાના થોડા સમય બાદ ડો. હારેન અને તેમની પત્ની સૂ ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શિફ્ટ થઈ જાય છે. સિડનીમાં આ કપલ બાળકીને ઘરે ક્રિકેટ રમાડવાનું શરૂ કરે છે. ધીમે-ધીમે લિસાની ક્રિકેટ સફર આગળ વધે છે અને પછી ઓસ્ટ્રેલિયાની આંતરરાષ્ટ્રીય મહિલા ટીમ સુધી પહોંચી જાય છે. તેણે આ દરમિયાન પોતાના અભ્યાસને પણ ચાલુ રાખ્યો. લિસા 2001માં વનડે દ્વારા ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરે છે.

ધીમે-ધીમે લિસા ઓસ્ટ્રેલિયા ટીમમાં દબદબો બનાવે છે અને ત્રણેય ફોર્મેટ રમનારી ખેલાડી બની જાય છે. તે ઓસ્ટ્રેલિયા ટીમની કેપ્ટન પણ બને છે. લિસાએ આ બાદ ક્યારેય પાછું વળીને જોયું નહીં. તેણે વનડે અને ટી20 ઈન્ટરનેશનલના ચાર વર્લ્ડ કપમાં ભાગ લીધો.

1000 રન અને 100 વિકેટ લેનાર પહેલી મહિલા ક્રિકેટર

લિસા સ્થાલેકર 1000 રન બનાવવા અને 100 વિકેટ લેનારી પહેલી મહિલા ક્રિકેટર બની હતી. તેણે પોતાના કરિયરમાં આઈસીસી રેન્કિંગમાં નંબર વનની પોઝિશન પણ પ્રાપ્ત કરી. 

12 વર્ષનું કરિયર આવું રહ્યું

લિસાએ 2001માં આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું અને 2013માં સંન્યાસ લઈ લીધો હતો. પોતાના 12 વર્ષના આંતરરાષ્ટ્રીય કરિયરમાં લિસાએ ઓસ્ટ્રેલિયા માટે 08 ટેસ્ટ, 125 વનડે અને 54 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી. ટેસ્ટની 15 ઈનિંગમાં તેણે 32.00 ની સરેરાશથી 416 રન બનાવ્યા અને 20.95 ની સરેરાશથી 23 વિકેટ લીધી. બેટિંગમાં તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી. આ સિવાય વનડેની 111 ઈનિંગમાં બેટિંગ કરતા લિસાએ 30.65 ની સરેરાશથી 2728 રન બનાવ્યા. જેમાં 2 સદી અને 16 અડધી સદી સામેલ રહી. આ સિવાય બોલિંગ કરતા વનડેમાં 24.97ની સરેરાશથી 146 વિકેટ પોતાના નામે કરી. ટી20 ઈન્ટરનેશનલની 50 ઈનિંગમાં તેણે 21.36 ની સરેરાશ અને 109.70ના સ્ટ્રાઈક રેટથી 769 રન સ્કોર કર્યાં. આ દરમિયાન તેણે 1 અડધી સદી ફટકારી. આ સિવાય બોલિંગમાં 19.35 ની સરેરાશથી 60 રન કર્યાં.


Google NewsGoogle News