પૂણે ટેસ્ટમાં ભારતની હારના ત્રણ મોટા કારણ, આ ખેલાડીની ભૂલની સજા આખી ટીમને મળી!
Three Big Reasons For India's Defeat Against New Zealand : ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં 113 રને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચમાં મળેલી હાર બાદ ન્યૂઝીલેન્ડે પહેલી વખત ભારતમાં ટેસ્ટ સીરીઝ જીતી છે. ચાલો જાણીએ કે ભારતીય ટીમની હારના 3 મુખ્ય કારણો ક્યાં હતા....
કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનું નિરાશાજનક પ્રદર્શન
બીજી ટેસ્ટ મેચમાં હારનું સૌથી મોટું કારણ રોહિત શર્મા અને વિરાટ કોહલીની ખરાબ બેટિંગ હતી. ચેતેશ્વર પૂજારા અને અજિંક્ય રહાણેની ગેરહાજરીમાં ભારતીયના સિનિયર ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા પર વધુ જવાબદારી હતી. પરંતુ આ ટેસ્ટ મેચમાં બંને બેટરોએ નિરાશ કર્યા હતા છે. રોહિત શર્મા આ મેચની બંને ઇનિંગ્સમાં 0 અને 8ના સ્કોર પર આઉટ થઇ ગયો હતો.
આ સિવાય જો વિરાટની વાત કરીએ તો તેણે પહેલી ઇનિંગમાં માત્ર 1 રન બનાવીને આઉટ થઇ ગયો હતો. જેમાં તે ફુલ ટોસ બોલ રમવા જતા આઉટ થઇ ગયો હતો. જયારે બીજી ઇનિંગમાં પણ વિરાટ કોહલી માત્ર 17 રન બનાવી શક્યો હતો. તેના ખરાબ પ્રદર્શનની અસર ટીમના પ્રદર્શન પર પણ પડી છે.
પીચને સમજવામાં ભૂલ
પૂણેની પીચ સ્પીનરને માફક આવે તેવું મનાઈ રહ્યું હતું. જેથી એવું મનાઈ રહ્યું હતું કે ભારતીય ટીમ સરળતાથી આ મેચમાં જીત હાંસલ કરી લેશે. પરંતુ ન્યૂઝીલેન્ડના સ્પીનરોએ આ પીચનો વધારે સારી રીતે ઉપયોગ કર્યો હતો. સેન્ટનરના સ્પીન બોલ સામે કોઈપણ ભારતીય બેટર તાકી શક્યો ન હતો. સેન્ટનરે પહેલી ઇનિંગમાં 7 વિકેટ ઝડપી હતી. આ સિવાય તેણે બીજી ઇનિંગમાં પણ 5થી વધુ વિકેટ ઝડપી હતી.
આ પણ વાંચો : રોહિતની ગેરહાજરથી લઈને શમીની ઈન્જરી સુધી... ટીમ ઈન્ડિયાના સિલેક્શન પર 5 સવાલ ઊઠ્યાં
રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ
રોહિત શર્માની એક આક્રમક કેપ્ટન તરીકે જાણીતો હતો. પરંતુ પૂણે ટેસ્ટ મેચ દરમિયાન તે ડિફેન્સીવ કેપ્ટન તરીકે જોવામાં આવ્યો હતો. જ્યારે પહેલી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડની ટીમ બે વિકેટ ગુમાવ્યા બાદ સંઘર્ષ કરી રહી હતી. ત્યારે પણ રોહિત શર્માએ આક્રમક ફિલ્ડિંગ ગોઠવી ન હતી. જેનો ન્યૂઝીલેન્ડના બેટરોએ ફાયદો ઉઠાવ્યો હતો. ભૂતપૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે પણ રોહિત શર્માની કેપ્ટનશીપ પર સવાલ ઉઠાવ્યા હતા. બીજી ઈનિંગમાં પણ રોહિત શર્મા આક્રમણ રમત રમવાનું ટાળતો જોવા મળ્યો હતો.