IND vs NZ: બીજી ટેસ્ટ મેચમાં પણ ભારત સામે પરાજયનો ખતરો! ડરાવી રહ્યો છે સાત વર્ષ જૂનો રેકૉર્ડ
IND Vs NZ, 2nd Test : પૂણેના MCA સ્ટેડિયમ ખાતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સીરિઝની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. પહેલી ટેસ્ટ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ 1-0થી સીરિઝમાં પાછળ ચાલી રહી છે. તો બીજી તરફ પૂણે ટેસ્ટમાં પણ ભારતીય ટીમની હાલત ખરાબ થતી જોવા મળી રહી છે. મેચના પહેલી ઇનિંગમાં ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 259 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. તે જ સમયે પહેલી ઇનિંગમાં બેટિંગ કરવા ઉતરેલી ટીમે ધબડકો કરતા 159ના સ્કોર પર સમેટાઈ ગઈ હતી. હવે ભારતીય ટીમ પર હારનો ખતરો મંડરાઈ રહ્યો છે. જેને લઈને ભારતીય ટીમ 7 વર્ષ જૂનો રેકોર્ડ તોડી શકે છે.
હકીકતમાં વર્ષ 2017માં પૂણેના આ જ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ પહેલી બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાની ટીમ 260 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પછી પહેલી ઈનિંગમાં બેટિંગ કરવા આવેલી ભારતીય ટીમ માત્ર 105 રનમાં સમેટાઈ ગઈ હતી. ખાસ વાત એ હતી કે આ મેચની પહેલી ઇનિંગમાં પણ વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થયો હતો. તે સમયે કોહલી ટીમનો કેપ્ટન હતો.
જો બંને મેચની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના સ્કોરમાં માત્ર 1 રનનો તફાવત છે. તે સમયે ટીમનો કેપ્ટન વિરાટ કોહલી પહેલી ઈનિંગમાં શૂન્ય રને આઉટ થઈ ગયો હતો, જ્યારે હવે ન્યૂઝીલેન્ડ સામે પહેલી ઈનિંગમાં બેટિંગ કરતી વખતે ભારતીય કેપ્ટન રોહિત શર્મા પણ શૂન્ય પર આઉટ થઇ ગયો હતો. તે મેચમાં ઓસ્ટ્રેલિયાએ 333 રનથી મોટી જીત મેળવી હતી. હવે આ જૂનો રેકોર્ડ ભારતીય ટીમને ડરાવી રહ્યો છે.
આ પણ વાંચો : મને શું ખબર તેને હિન્દી આવડતી હશે', રિષભ પંતની ચાલાકી કામ ન આવી, ફ્લોપ થયો પ્લાન
પૂણે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે કરેલ 259ના સ્કોર સામે પહેલી ઇનિંગમાં ભારતીય ટીમ 156 રન કરી ઓલઆઉટ થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડના સ્પિન બોલર મિચેલ સેન્ટનરે બીજા દિવસે ભારતીય બેટરોની તબાહી મચાવી હતી. હાલમાં મેચ રમાઈ રહી છે ત્યાં સુધીમાં બીજી ઇનિંગમાં ન્યૂઝીલેન્ડ ટીમે 177 રનના સ્કોર પર 4 વિકેટ ગુમાવી દીધી છે.