WC: આ વખતે થશે તે કારનામુ જે ભારતીય ક્રિકેટના 50 વર્ષના ઈતિહાસમાં નથી થયુ
Image Source: Facebook
નવી દિલ્હી, તા. 03 નવેમ્બર 2023 શુક્રવાર
13 જુલાઈ 1974ની વાત છે. ભારતીય ટીમ પહેલી વખત વનડે ફોર્મેટમાં મેચ રમવા માટે મેદાનમાં ઉતરી હતી. મેચ ઈંગ્લેન્ડથી હતી અને સ્ટેડિયમ હતુ લીડ્સ. મહાન ક્રિકેટર અજીત વાડેકર ત્યારે ભારતીય ટીમના કેપ્ટન હતા. વનડે ફોર્મેટમાં ત્યારે 55 ઓવરની મેચ હતી. સુનીલ ગાવસ્કર, ગુંડપ્પા વિશ્વનાથ, ફારૂખ એન્જિનિયર, મદન લાલ, એકનાથ સોલકર, બિશન સિંહ બેદી, વેંકટરાઘવન જેવા ખેલાડી તે મેચમાં ભારતીય ટીમનો ભાગ હતા.
તે મેચમાં ભારતીય ટીમે સ્કોરબોર્ડ પર 265 રન જોડ્યા હતા. જેમાં બ્રજેશ પટેલે સૌથી વધુ 82 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડે 266 રનનું લક્ષ્ય 51.1 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કરી લીધુ હતુ. જોન એડ્રિચે 97 બોલ પર 90 રનની શાનદાર ઈનિંગ રમી હતી. તેમને મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યા હતા. આ રીતે ભારતીય ક્રિકેટ ટીમનો વનડે ક્રિકેટ ઈતિહાસ હાર સાથે શરૂ થાય છે પરંતુ આજે લગભગ 50 વર્ષ બાદ ભારતીય ક્રિકેટ ટીમ જે મુકામ પર છે તેની ચર્ચા સમગ્ર દુનિયામાં છે.
એક મેચમાં 3 સદીનું કારનામુ
વનડે ક્રિકેટનો ઈતિહાસ વધુ જૂનો નથી. 70ના દાયકામાં પહેલી વનડે મેચ રમવામાં આવી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી એક કારનામુ એવુ છે જે માત્ર બે ટીમોએ કર્યુ છે. આ કારનામુ છે એક જ વનડે મેચમાં 3 સદી ફટકારવાનું. એટલે તે મેચ જ્યારે કોઈ ટીમના 3 ખેલાડીઓએ એક જ ઈનિંગમાં સદી ફટકારી હોય. આ કારનામુ અત્યાર સુધી વનડે ક્રિકેટના ઈતિહાસમાં માત્ર 4 વખત થયુ છે, જેમાંથી 3 વખત આ કારનામુ સાઉથ આફ્રિકાની ટીમે કર્યુ છે અને એક વખત ઈંગ્લેન્ડની ટીમે. આમ તો સાઉથ આફ્રિકાની ટીમ આ વર્લ્ડ કપમાં પણ આ કારનામુ કરી ચૂકી છે.
7 ઓક્ટોબરે શ્રીલંકા સામે રમવામાં આવેલી મેચમાં તેમની તરફથી ક્વિંટન ડીકોક, રાસી વેન ડર દુસૈં અને એડેન માર્કરમે આ કારનામુ કર્યુ હતુ. તેનાથી પહેલા 2015માં દક્ષિણ આફ્રિકાએ આ કારનામુ વેસ્ટઈન્ડિઝ અને ભારતની ટીમ સામે કર્યુ હતુ. વેસ્ટઈન્ડિઝ સામે મેચમાં હાશિમ અમલા, રિલી રુસો અને એબી ડીવિલિયર્સે સદી ફટકારી હતી. ભારત સામે મેચમાં ક્વિંટન ડીકોક, ફાફ ડ્યૂ પ્લેસી અને એબી ડીવિલિયર્સે સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડે જ્યારે નેધરલેન્ડ્સ સામે આ કારનામુ કર્યુ તો તે મેચમાં ફિલ સોલ્ડ, ડેવિડ મલાન અને જોસ બટલરની સદી હતી. એટલે કે વનડે મેચની એક ઈનિંગમાં 3 સદી ફટકારવાનું કારનામુ અત્યાર સુધી માત્ર 4 વખત થયુ છે. એ પણ સ્પષ્ટ છે કે આ કારનામુ ભારતીય ટીમે ક્યારેય કર્યુ નથી.
ભારતીય ટીમ આ રેકોર્ડની ખૂબ નજીક હતી
હવે સંપૂર્ણપણે 2023 વર્લ્ડ કપમાં આવી જઈએ. ભારતે પોતાની સાતમી લીગ મેચમાં શ્રીલંકાને 302 રનથી હરાવીને સેમિફાઈનલમાં જગ્યા પાક્કી કરી લીધી પરંતુ આ મેચમાં સૌથી રસપ્રદ વાત હતી 3 બેટ્સમેનનું પ્રદર્શન. આ 3 બેટ્સમેન છે વિરાટ કોહલી, શુભમન ગિલ અને શ્રેયસ અય્યર. બદનસીબે આ ત્રણેય બેટ્સમેનમાંથી કોઈ પણ સદી ફટકારી શક્યુ નહીં પરંતુ સ્કોર અને મેચની સ્થિતિ જાણીને તમે પણ સમજી જશો કે ત્રણેય બેટ્સમેન પોતાની સદી પૂરી કરી શકતા હતા. એટલે કે વનડે ક્રિકેટનો તે ઈતિહાસ કાયમ કરી શકતા હતા જે અત્યાર સુધી ભારતીય ટીમના નામે નથી. શુભમન ગિલ 92 રન બનાવીને આઉટ થયા. ત્યારે મેચમાં 20 ઓવરથી વધુની રમત બાકી હતી. તે આરામથી પોતાની સદી પૂરી કરી શકતા હતા. વિરાટ કોહલી 88 રન બનાવીને આઉટ થયા.ત્યારે મેચમાં 18 ઓવરથી વધુની રમત બાકી હતી. તે પણ આરામથી પોતાની સદી પૂરી કરી શકતા હતા. શ્રેયસ અય્યર 82 રન બનાવીને આઉટ થયા.
ત્યારે પણ મેચમાં 15 બોલની રમત બાકી હતી તેઓ પણ ઈચ્છતા તો આરામથી પોતાની સદી પૂરી કરી શકત પરંતુ આ ત્રણેય બેટ્સમેનોએ પોતાના વ્યક્તિગત રેકોર્ડના બદલે ટીમના હિતને ધ્યાનમાં રાખ્યુ. નહીંતર એક ઈનિંગમાં 3 સદીના રેકોર્ડ વાળી લિસ્ટમાં ભારતીય ટીમનું નામ પણ નોંધાઈ જાત.
સદી નહીં ટીમનો સ્કોર છે પ્રાથમિકતા
ઘણી વખત એવુ થાય છે કે સદીની નજીક પહોંચીને મોટાભાગના બેટ્સમેનના રનની રફ્તાર ઓછી થઈ જાય છે. તેઓ સદી બનાવવા માટે થોડા સતર્ક થઈ જાય છે. સદી ફટકાર્યા બાદ તેઓ એકવાર ફરીથી શોટ્સ લગાવે છે અને પોતાના સ્ટ્રાઈક રેટને ઠીક કરી દે છે પરંતુ ઘણી વખત એવુ પણ જોઈ શકાય છે કે બેટ્સમેન સદી મારવામાં એક્સ્ટ્રા બોલ રમે છે અને સદીના તાત્કાલિક બાદ આઉટ થઈ જાય છે. દરમિયાન ટીમના સ્કોરબોર્ડ પર ઓછા રન જોડાય છે.
ટીમ ઈન્ડિયાના બેટ્સમેન આવુ કરવાથી બચે છે. તેમને ખબર છે કે વર્લ્ડ કપ જીતવો છે તો વ્યક્તિગત સિદ્ધિઓને દૂર રાખવી પડશે. આ વર્લ્ડ કપમાં કેપ્ટન રોહિત શર્મા બે સદી ચૂકી ગયા છે. પાકિસ્તાન સામે તેઓ 86 રન બનાવીને આઉટ થયા હતા જ્યારે ઈંગ્લેન્ડ વિરુદ્ધ તેમણે 87 રન પર પોતાની વિકેટ ગુમાવી હતી. હવે જ્યારે ટીમનો કેપ્ટન જ પોતાની સદીની ચિંતા કર્યા વિના ટીમના સ્કોરબોર્ડને મજબૂત કરી રહ્યો હોય તો બાકી ખેલાડી પણ તે જ માર્ગે ચાલી રહ્યા છે. તેમ છતાં જેટલા સામાન્ય અંતરથી ખેલાડીઓએ સદી ચૂક્યા છે, એ સ્પષ્ટ છે કે જે દિવસે નસીબનો થોડા સાથ મળી ગયો તો એક ઈનિંગમાં 3 સદીના મોટા રેકોર્ડમાં ભારતીય ટીમનું પણ નામ જોડાઈ જશે. કદાચ તે દિવસ આ વર્લ્ડ કપમાં પણ જોવા મળી શકે.