Get The App

IPLની ફાઈનલ મેચમાં RCBની સામે હશે આ ટીમ : હરભજન સિંહે કરી ભવિષ્યવાણી

Updated: May 20th, 2024


Google NewsGoogle News
IPLની ફાઈનલ મેચમાં RCBની સામે હશે આ ટીમ : હરભજન સિંહે કરી ભવિષ્યવાણી 1 - image


Image Source: Twitter

IPL 2024 Final Match: IPL 2024નો લીગ તબક્કો પૂરો થઈ ચૂક્યો છે. હવે KKR, RR અને RCB વચ્ચે પ્લેઓફનો મુકાબલો થશે. પ્લેઓફના શેડ્યૂલ પ્રમાણે પ્રથમ ક્વોલિફાયર KKR અને SRH વચ્ચે 21 મે ના રોજ અમદાવાદમાં તો બીજી તરફ એલિમિનેટર RR અને RCB વચ્ચે 22 મે ના રોજ અમદાવાદમાં મેચ રમાશે. પ્રથમ ક્વોલિફાયર જીતનારી ટીમ સીધી ફાRનલમાં એન્ટ્રી કરશે અને હારનાર ટીમ બીજા ક્વોલિફાયરમાં એલિમિનેટરની વિજેતા ટીમ સામે ટકરાશે. ત્યારબાદ 26 મે ના રોજ ફાઈનલ રમાશે. આ દરમિયાન પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે ફાઈનલમાં પહોંચનારી ટીમ અને ખિતાબ જીતનાર ટીમ અંગે મોટી ભવિષ્યવાણી કરી છે.

હરભજન સિંહે કહ્યું કે, આ વખતે હું વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે ફાઈનલ થતી જોવા ઈચ્છું છું. ગૌતમ ગંભીરની ટીમ આ સિઝનમાં લીગ સ્ટેજમાં ટોપ પર રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે. બીજી તરફ RCB ટીમ લીગ તબક્કાના પ્રારંભિક રાઉન્ડમાં 8 માંથી 7 મેચ હારી હતી. ત્યાર પછી RCBએ શાનદાર પ્રદર્શન કર્યું અને સતત છ જીત નોંધાવી અને ચોથા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય કર્યું.

RCBને રોકવું કોઈ પણ ટીમ માટે મુશ્કેલ

હરભજન સિંહે તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે મને લાગે છે કે આ સિઝનમાં ટાઈટલ મુકાબલો RCB vs KKR હશે. જો આમ થશે તો વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર આમને-સામને હશે. તેણે કહ્યું કે મને લાગે છે કે આ વખતે RCB ચેમ્પિયન બની શકે છે કારણ કે તે દરેક રન માટે સખત મહેનત કરી રહી છે. જો તે આ જ ઉર્જા સાથે રમવાનું ચાલુ રાખશે તો કોઈપણ ટીમ માટે RCBને રોકવું મુશ્કેલ બની જશે.


Google NewsGoogle News