Get The App

IPL 2024 માં નહીં રમી શકે સાઉથ આફ્રિકાનો આ ફાસ્ટ બોલર, દિલ્હી કેપિટલ્સમાં સ્ટાર બલ્લેબાજની એન્ટ્રી

Updated: Mar 15th, 2024


Google NewsGoogle News
IPL 2024 માં નહીં રમી શકે સાઉથ આફ્રિકાનો આ ફાસ્ટ બોલર, દિલ્હી કેપિટલ્સમાં સ્ટાર બલ્લેબાજની એન્ટ્રી 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 15 માર્ચ 2024 શુક્રવાર

દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર લુંગી એનગિડીને ઈજા પહોંચી છે અને તે આઈપીએલ 2024માં રમી શકશે નહીં. દિલ્હી કેપિટલ્સે તેમના સ્થાને ઓસ્ટ્રેલિયાના જોરદાર બેટ્સમેન જેક ફ્રેજર મેક્ગર્કને ટીમમાં સામેલ કર્યા છે. લુંગી એનગિડીએ 14 આઈપીએલ મેચ રમી છે અને તેમના નામે 25 વિકેટ છે. લુંગી એનગિડી પીઠના નીચલા ભાગમાં ઈજાના કારણે આઈપીએલ 2024થી બહાર થઈ ગયા છે.

ઈજાના કારણે લુંગી એનગિડીનું પત્તુ કપાયુ

લુંગી એનગિડી આઈપીએલની નવી સીઝન પહેલા બહાર થનાર દિલ્હી કેપિટલ્સના બીજા ખેલાડી છે. તેના પહેલા હેરી બ્રૂકે પણ પોતાનું નામ પાછુ લઈ લીધુ હતુ. હેરી બ્રૂક ફિટ છે પરંતુ અંગત કારણોસર તેમણે ટુર્નામેન્ટમાંથી હટવાનો નિર્ણય લીધો. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ શુક્રવારે જારી એક નિવેદનમાં કહ્યુ, પ્રોટિયાજ ઝડપી બોલર લુંગી એનગિડીને દિલ્હી કેપિટલ્સે આઈપીએલ 2024 માટે રિલીઝ કરી દીધા છે. તેઓ પીઠના નીચલા ભાગની ઈજાથી બહાર આવી રહ્યા છે.

દિલ્હી કેપિટલ્સમાં સ્ટાર બેટ્સમેનની એન્ટ્રી થઈ

27 વર્ષીય લુંગી એનગિડીએ છેલ્લા મહિને SA20ના પ્લેઓફ દરમિયાન ઈજા પહોંચી હતી. લુંગી એનગિડી હાલ ક્રિકેટ દક્ષિણ આફ્રિકા (CSA)ની મેડીકલ ટીમની દેખરેખમાં છે અને પોતાની ટીમ મોમેંટમ મલ્ટીપ્લી ટાઈટન્સની સાથે પુનર્વસનથી ગુજરી રહ્યા છે. લુંગી એનગિડીના સીએસએ ટી20 ચેલેન્જના બીજા ભાગમાં રમવા માટે પાછા ફરવાની આશા છે. જેક ફ્રેજર-મેકગર્કે ઓસ્ટ્રેલિયા માટે બે વનડે મેચ રમી છે. તેઓ 50 લાખ રૂપિયાના બેઝ પ્રાઈઝ પર દિલ્હીમાં સામેલ થયા. ફ્રેજર-મેકગર્કે આઈએલટી20 2024માં દુબઈ કેપિટલ્સ, ડીસીની ફ્રેન્ચાઈઝીનું પ્રતિનિધિત્વ કર્યુ હતુ અને ટીમમાં શાનદાર પ્રદર્શનથી પોતાની છાપ છોડી હતી. 


Google NewsGoogle News