ભારત-શ્રીલંકાની પ્રથમ મેચ પહેલા જ આ ખેલાડી હોસ્પિટલમાં દાખલ, ટીમને ત્રીજો ઝટકો
IND vs SL T20I Series: ભારતીય ક્રિકેટ ટીમના શ્રીલંકા પ્રવાસની પહેલી T20 મેચ પહેલા શ્રીલંકન ટીમની મુશ્કેલી વધી ગઈ છે. ટીમના એક પછી એક ખેલાડીઓ ઈજા કે ઈન્ફેક્શનના કારણે ટીમમાંથી બહાર થઇ ગયા છે.
છેલ્લા 72 કલાકમાં ટીમમાં ત્રણ ફેરફાર થઇ ચૂક્યા છે. તાજેતરમાં ટીમનો ઝડપી બોલર બિનુરા ફર્નાન્ડોને છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતો. તેના સ્થાને શ્રીલંકન ટીમે રમેશ મેન્ડિસને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. અગાઉ દુષ્મંથા ચમીરા બ્રોન્કાઇટિસ અને શ્વસન ચેપને કારણે T20 સીરિઝમાંથી બહાર થઇ ગયો હતો. તેના સ્થાને અસિથા ફર્નાન્ડોને ટીમમાં સામેલ કરાયો હતો.
🚨Binura Fernando has been hospitalized as the player is suffering from a chest infection.
— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 26, 2024
Ramesh Mendis has been brought into the squad as a standby player. #SLvIND pic.twitter.com/aR25DtAb5s
આ પણ વાંચો: Women Asia Cup 2024 : પાકિસ્તાન બહાર ફેકાયું, આ ટીમ સામે થશે ભારતની ફાઈનલમાં ટક્કર
આ સિવાય નુવાન તુષારા પ્રેક્ટિસ સેશનમાં ફિલ્ડિંગ કરતી વખતે તેના અંગૂઠામાં ઈજા થઈ હતી. મેડિકલ રિપોર્ટમાં ફ્રેક્ચર જોવા મળ્યા બાદ તેને સીરિઝથી બહાર કરી દેવામાં આવ્યો છે. તુષારાની જગ્યાએ દિલશાન મધુશંકાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની પહેલી T20 મેચ આજે એટલે કે 27મી જુલાઈએ સાંજે 7 વાગ્યે(ભારતીય સમયાનુસાર) રમાશે.