IPL નહીં આ રીતે ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની થાય છે પસંદગી, રોહિત શર્માએ જણાવી 'પ્રોસેસ'

Updated: Aug 8th, 2024


Google NewsGoogle News
IPL નહીં આ રીતે ટીમ ઈન્ડિયામાં ખેલાડીઓની થાય છે પસંદગી, રોહિત શર્માએ જણાવી 'પ્રોસેસ' 1 - image


Image: Facebook

Selection of Players Process: ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે ટેસ્ટ અને વનડે માટે ટીમની પસંદગી કરવા રણજી ટ્રોફી જેવી ઘરેલુ ટુર્નામેન્ટ ખૂબ મહત્વની હોય છે. પસંદગી માટે IPL પણ એક મહત્વની ટુર્નામેન્ટ છે, પરંતુ તેના આવવાથી ભારતની મુખ્ય ઘરેલુ સ્પર્ધાઓનું મહત્વન ઓછું થયુ નથી. શ્રીલંકા સામે ત્રણ મેચની વનડે સિરીઝમાં ભારતને 2-0થી હારનો સામનો કરવો પડ્યો, સિરીઝની પહેલી મેચ ટાઈ રહી હતી. ભારત 1997 બાદ શ્રીલંકાથી વનડે સિરીઝ હાર્યું છે. આ મેચમાં શ્રીલંકાની ધીમી પિચ પર ભારતીય બેટ્સમેન સંઘર્ષ કરતાં નજર આવ્યા. 

મેચ બાદ રોહિત શર્માને પ્રેસ કોન્ફરન્સમાં સવાલ કરવામાં આવ્યો કે શું તે ભારતના યુવાન બેટ્સમેનોને ઘરેલુ ક્રિકેટમાં વધુ રમવાની સલાહ આપશે? જેનો જવાબ આપતાં રોહિતે કહ્યું કે ટેસ્ટ અને વનડે ટીમો માટે ખેલાડીઓની પસંદગી કરવાની બાબતમાં ભારતનું ઘરેલુ માળખું સૌથી મહત્વપૂર્ણ છે. 

'અમારું લક્ષ્ય હંમેશાથી જે ખેલાડી હાજર છે તે રણજી ટ્રોફી રમે તે નક્કી કરવાનું રહ્યું છે. આપણી ઘરેલુ ક્રિકેટ આપણા આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કરોડરજ્જુ છે. ઘણા ખેલાડી જે અત્યારે દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે, તે ઘરેલુ ક્રિકેટ રમીને આવ્યા છે, તેથી આપણી ઘરેલુ ક્રિકેટ તમામ માટે મહત્વપૂર્ણ છે. માત્ર એટલું ધ્યાન રાખવાનું છે કે તે પ્રતિસ્પર્ધી બનેલા રહે.' 

'અમને ઘરેલુ સર્કિટથી ખેલાડી મળે છે, IPLથી નહીં. જ્યારે તમે ટેસ્ટ અને વનડે ક્રિકેટ માટે ખેલાડીઓની પસંદગી કરો છો, તો એ વાત પર ખૂબ ચર્ચા થાય છે કે રણજી ટ્રોફી, વનડે ફોર્મેટ, સૈયદ મુશ્તાક અલી અને આ પ્રકારની અન્ય સ્પર્ધાઓમાં કોણ સારું પ્રદર્શન કરી રહ્યું છે'.

ટી20 ક્રિકેટના વધતાં ક્રેઝની વચ્ચે આઈપીએલના વધતાં મહત્વપર વિસ્તારપૂર્વક વાત કરતાં રોહિતે જણાવ્યું કે આ લીગનું પોતાનું મહત્વ છે. 'IPL એક એવું ફોર્મેટ છે, જ્યાં પડકારો જુદા છે. આ બંનેની પ્રતિસ્પર્ધા છે. આઈપીએલ પણ આપણી ક્રિકેટ છે. આ ઈન્ડિયન પ્રીમિયલ લીગ છે. અંતમાં જે પણ આ તમામ ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરશે. તેને જ પસંદ કરવામાં આવશે.'


Google NewsGoogle News