Get The App

ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતનો આ ખેલાડી ઈજાગ્રસ્ત, IPLની શરૂઆત મેચમાં પણ રમવું મુશ્કેલ

Updated: Feb 4th, 2025


Google NewsGoogle News
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ભારતનો આ ખેલાડી ઈજાગ્રસ્ત, IPLની શરૂઆત મેચમાં પણ રમવું મુશ્કેલ 1 - image


Image: Facebook

Sanju Samson Injured: ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શરૂ થયા પહેલા ભારતીય ક્રિકેટ ટીમ પર મુશ્કેલીનો પહાડ તૂટી પડ્યો છે. ટી20 ટીમનો સ્ટાર બેટ્સમેન સંજૂ સેમસન ઈજાગ્રસ્ત થઈ ગયો છે. સેમસનને આ ઈજા ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટી20 મેચમાં પહોંચી હતી. જોફ્રા આર્ચરનો એક ઝડપી બોલ તેની આંગળી પર વાગ્યો હતો. જેનાથી ભારતીય બેટ્સમેનની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. આ કારણ હતું કે ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચમી ટી20 મેચમાં તેના સ્થાને વિકેટકીપિંગ કરવા ધ્રુવ જુરેલ આવ્યો હતો. 

IPLમાં રમી શકશે નહીં?

રિપોર્ટ્સ અનુસાર સંજૂ સેમસનને ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થયુ છે. આનાથી ઉભરવામાં તેને 5-6 અઠવાડિયાનો સમય લાગી શકે છે. તેનાથી એ તો સ્પષ્ટ થઈ જાય છે કે તે કેરળ માટે રણજી ટ્રોફીની ક્વાર્ટર ફાઈનલ મેચ રમી શકશે નહીં. IPL 2025ની શરૂઆત 21 માર્ચથી થશે. આંગળીમાં પહોંચેલી ઈજાના કારણે સેમસનને આઈપીએલની શરૂઆતી અમુક મેચથી બહાર બેસવું પડી શકે છે. 

સંજૂ સેમસન હાલ બેંગ્લુરુ સ્થિત નેશનલ ક્રિકેટ એકેડેમી (NCA) માં પુનર્વસન પ્રક્રિયાથી પસાર થશે. જ્યાં તેને પોતાની ફિટનેસ પણ સાબિત કરવી પડશે. આ કેરળ માટે ખરાબ સમાચાર પણ છે કેમ કે આ ઈજાના કારણે સેમસન જમ્મુ એન્ડ કાશ્મીર વિરુદ્ધ ક્વાર્ટરફાઈનલ રમી શકશે નહીં. અત્યાર સુધી આવેલી અપડેટ અનુસાર સેમસન માર્ચ મહિનાના મધ્યમાં વાપસી કરી શકે છે.

આ પણ વાંચો: 445 દિવસ બાદ મોહમ્મદ શમીની વાપસી, ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા વર્લ્ડ રેકૉર્ડ તોડવાનો મોકો

ઈંગ્લેન્ડ વિરુદ્ધ ફેલ રહ્યો સંજૂ સેમસન

સંજૂ સેમસને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં બે સદીની ઈનિંગ રમી હતી પરંતુ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટી20 મેચની સિરીઝમાં તેનું બેટ શાંત રહ્યું. ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ઈનિંગમાં તે માત્ર 51 રન બનાવી શક્યો, જેમાં તેનો સરેરાશ 10.20 નો રહ્યો. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર માત્ર 26 રન રહ્યો. IPL 2025માં રાજસ્થાન રોયલ્સને આશા હશે કે સેમસન જ્યારે ઈજાથી વાપસી કરે તો શ્રેષ્ઠ ફોર્મમાં રમે. 


Google NewsGoogle News