ઓસ્ટ્રેલિયાના આ મહાન ખેલાડીએ ઠુકરાવી ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવાની ઓફર, કહ્યું- પરિવાર સાથે સમય વિતાવવો છે
Image: Facebook
Ricky Ponting: IPL 2024 દરમિયાન ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી રિકી પોન્ટિંગથી એ વિશે સંપર્ક કરવામાં આવ્યો હતો કે શું તે રાહુલ દ્રવિડના કાર્યકાળને સમાપ્ત થયા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માંગશે? પોન્ટિંગે આ વાતનો ખુલાસો કર્યો કે તેમને તાજેતરમાં જ ભારતના આગામી હેડ કોચ તરીકે ફરજ નિભાવવા સંપર્ક કરાયો હતો. જો કે, તેને હાલ હેડ કોચ બનવામાં કોઈ રસ નથી, જેનું તેણે કારણ પણ જણાવ્યું છે.
પોન્ટિંગે તાજેતરમાં જ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં દિલ્હી કેપિટલ્સના કોચ તરીકે પોતાની સાતમી સિઝન સમાપ્ત કરી છે. જોકે, તેની ટીમ પ્લેઓફમાં સામાન્ય અંતરથી ચૂકી ગઈ. તે IPL જેવી લીગમાં કોચિંગની જવાબદારીનો આનંદ લઈ રહ્યા છે. પોન્ટિંગ પોતાના દેશની ટી20 ટીમના વચગાળાના કોચ રહી ચૂક્યા છે પરંતુ તે ફુલ ટાઈમ બેઝ પર કોઈ હાઈ પ્રોફાઈલ ટીમની સાથે લાંબા સમય સુધી રહેવા માગતા નથી.
ઓસ્ટ્રેલિયાના મહાન ખેલાડી રિકી પોન્ટિંગે ICCએ કહ્યું, 'મેં આ વિશે ખૂબ રિપોર્ટ જોયા છે. સામાન્ય રીતે આ બાબતો તમારા જાણ્યા પહેલા જ સોશિયલ મીડિયા પર આવી જાય છે પરંતુ IPL દરમિયાન અમુક નાની-મોટી વ્યક્તિગત વાતચીત થઈ હતી. બસ મારી પાસેથી એ જાણવા માટે કે આમાં હુ રસ રાખું છું કે નહીં. પોન્ટિંગે ટીમ ઈન્ડિયાના હેડ કોચની જવાબદારી લેવાની એટલા માટે ના પાડી કેમ કે તે પરિવાર સાથે સમય પસાર કરવા માગે છે.’
તેમણે આગળ કહ્યું કે, ‘હું એક રાષ્ટ્રીય ટીમનો કોચ બનવાનું પસંદ કરીશ, પરંતુ મારા જીવનમાં અન્ય બાબતો છે અને હું ઘર પર થોડો સમય પસાર કરવા માગુ છું. દરેક જાણે છે કે જો તમે ભારતીય ટીમની સાથે કામ કરો છો તો તમને કોઈ IPL ટીમમાં સામેલ કરી શકાતા નથી. આ સિવાય એક નેશનલ હેડ કોચનું કામ વર્ષના 10 કે 11 મહિનાનું છે, પરંતુ હાલ તે શક્ય નથી.’
જસ્ટિન લેંગર, સ્ટીફન ફ્લેમિંગ અને ગૌતમ ગંભીરનું નામ આ માટે ચાલી રહ્યું છે. તેમણે IPLનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ‘મારા પરિવાર અને મારા બાળકોએ છેલ્લા પાંચ અઠવાડિયા મારી સાથે IPLમાં પસાર કર્યા છે અને તે દર વર્ષે આવે છે અને મે મારા પુત્રને આ વિશે પૂછ્યું કે તમારા પિતાને ભારતીય કોચિંગની નોકરીની ઓફર કરાઈ છે. તો તેણે , બસ લઈ લો ડેડ, અમે હજુ થોડા વર્ષો માટે ત્યાં જવાનું પસંદ કરીશુ.તેમને ત્યાં રહેવું અને ભારતમાં ક્રિકેટની સંસ્કૃતિ ખૂબ પસંદ છે પરંતુ અત્યારે આ મારી લાઈફસ્ટાઈલમાં ફિટ બેસતું નથી.’