શમી અને સિરાજની જેમ તેજ હશે આ બોલર: સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી

Updated: Sep 10th, 2024


Google NewsGoogle News
શમી અને સિરાજની જેમ તેજ હશે આ બોલર: સૌરવ ગાંગુલીએ કરી ભવિષ્યવાણી 1 - image


Image: Facebook

Sourav Ganguly Prediction On Akash Deep: આકાશ દીપનું નામ ચારે તરફ ગૂંજતું સંભળાઈ રહ્યું છે. આકાશે દુલીપ ટ્રોફીની મેચમાં 9 વિકેટ લઈને કમાલ કરી જ હતી અને હવે તેને એક વાર ફરી ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ કરી દેવાયો છે. બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટ માટે આકાશને ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું. હવે ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ આકાશ દીપ અંગે ભવિષ્યવાણી કરતાં કહ્યું કે તે શમી અને સિરાજની જેમ તેજ હશે. 

આકાશ બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમે છે. ગાંગુલીએ કહ્યું કે તેણે આકાશને બંગાળ માટે રમતાં જોયો છે. આકાશ લાંબા સમય સુધી બોલિંગ કરવાની લાયકાત રાખે છે. વર્તમાન સમયમાં ટીમ ઈન્ડિયાના મુખ્ય તેજ બોલર્સમાં સામેલ મોહમ્મદ શમી પણ બંગાળ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતો હતો. 

કોલકાતામાં એક ઈવેન્ટ દરમિયાન વાત કરતાં સૌરવ ગાંગુલીએ કહ્યું, 'આકાશદીપ એક શાનદાર તેજ બોલર છે. તે ઝડપી બોલિંગ કરે છે અને લાંબા સમય સુધી બોલિંગ કરવાની લાયકાત ધરાવે છે. તે શમી અને સિરાજની જેમ તેજ હશે. તેની પર નજર રાખવી પડશે તે તેવા લોકો પૈકીનો એક છે.'

દુલીપ ટ્રોફીની મેચમાં 9 વિકેટ લીધી

ઈન્ડિયા એ અને ઈન્ડિયા બી ની વચ્ચે રમાયેલી દુલીપ ટ્રોફીની પહેલી મેચમાં આકાશે કમાલ કરી લીધી. ઈન્ડિયા એ માટે રમતાં તેણે 9 વિકેટ પોતાના નામે કરી. આ દરમિયાન તેણે ભારતીય ટેસ્ટ ટીમમાં બીજી વખત સ્થાન મળી ગયું. 

આ વર્ષે કર્યું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ

ઉલ્લેખનીય છે કે આકાશે આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમાયેલી ટેસ્ટ દ્વારા આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યું હતું. ઈંગ્લેન્ડ સિરીઝમાં આકાશે માત્ર એક ટેસ્ટ રમી હતી, જેમાં 3 વિકેટ લીધી હતી. હવે બાંગ્લાદેશ વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં પણ તેને પસંદ કરવામાં આવ્યો છે.


Google NewsGoogle News